Top Stories
khissu

ડિપ્રેશન / સ્ટ્રોંગ લો-પ્રેશર સક્રિય: જાણો ક્યારે અને ક્યાં વધુ અસર?

11/09/2021, શનિવારની સવારની અપડેટ મુજબ બંગાળની ખાડીમાં આ મહિનાની બીજી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બની ચૂકી છે. આવનાર 12-18 કલાકમાં આગળ વધી લો-પ્રેશર માંથી ડિપ્રેશન સુધી જશે, એટલે કે મિની વાવાઝોડાના સ્વરૂપ માં જોવા મળશે. ચાલુ વર્ષની સૌથી મોટી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બનવા જઈ રહી છે.

લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બન્યા બાદ વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમમાં રૂપાંતરિત થશે, ત્યાર બાદ ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કરશે અને મધ્ય ઉત્તર ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ આપશે. જોકે હાલમાં ઉત્તર ગુજરાત-રાજસ્થાન લાગુ વિસ્તારમાં નબળી સામાન્ય લો-પ્રેશર સિસ્ટમ એક્ટિવ છે. જેમના ભાગરૂપે ગઇકાલે ઉત્તર ગુજરાત-કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળ્યો હતો.

આવનાર લો-પ્રેશર સિસ્ટમની અસર કેટલી?
હાલમાં ગુજરાત પર એક લો-પ્રેશર સિસ્ટમની અસર પૂર્ણ થઈ છે તેટલી અસર આવનાર લો-પ્રેશરની જણાતી નથી, કેમકે આ લો-પ્રેશરનો રસ્તો ઉત્તર-મધ્ય ભારત તરફ થોડોક વધારે રહેલો છે. આ લો-પ્રેશર સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાતને અસરકર્તા જણાતી નથી. પરંતુ હાલમાં નબળી બનેલ લો-પ્રેશર અને આવનાર લો-પ્રેશર બંને ભેગી થતાં અને અનુકૂળ અરબી સમુદ્રનાા ભેજવાળા પવનો મળતા તે મજબૂત બની શકે છે અને ગુજરાતને વધારે અસર કરી શકે છે.

જો ગુજરાત નજીક આવતા લો-પ્રેશર સિસ્ટમ મજબૂત અવસ્થામાં હશે તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે. લો-પ્રેશર સિસ્ટમની અસર 13-14 તારીખથી થઈ શકે છે. જોકે ત્યાં સુધી રાજ્યમાં છુટો છવાયો વરસાદ ચાલુ રહેશે. નોંધ- વેધર ચાર્ટ મુજબ આ અમારું અનુમાન છે. કુદરતી પરિબળોને કારણે આગાહી માં ફેરફાર થઈ શકે છે, ખેતીના કામો માટે હવામાન વિભાગની વેબસાઈટને અનુસરો. 

હવામાન વિભાગની મોટી આગાહી?
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત રાજ્યમાં આજથી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેશે. બે-બે લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ એક અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી જણાવી છે.

ગુજરાત રાજ્ય નજીક બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગાહીના પગલે રાજ્યમાં 8 એનડીઆરએફની ટીમોને અલગ-અલગ જગ્યાએ તેનાત કરવામાં આવે છે. રાજ્યમાં 15-16 તારીખ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે અને 14 તારીખથી વરસાદનું જોર વધી શકે છે. ગુજરાતનાં જાણીતાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પણ આગાહી જણાવી ચૂક્યા છે.