Top Stories
khissu

અરબી સમુદ્ર તોફાની, હવામાન ખાતાની આગાહી...

ગુજરાતમાં ચોમાસાના બે રાઉન્ડ પૂર્ણ થવા છતાં રાજકોટના લોધીકા-ધોરાજી, જામનગરનો કાલાવડ પંથક, ભાવનગરનો ગારિયાધાર પંથક, કચ્છનાં ભુજમાં, વડોદરાના પાદરા, ગીર-સોમનાથના વેરાવળમાં, નવસારીના ખેરગામમાં, નર્મદાનાં તિલકવાડમાં, ભરૂચના અંકલેશ્વરમાં, સુરતના મહુવામાં અને બોટાદ-બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં સિઝનના વરસાદ કરતા ૫૦ ટકા ઓછો વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન ખાતાએ ફરી સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે આગામી 4 દિવસ સુધી અરબી સમુદ્રમાં દરિયો તોફાની બનશે. તેમજ દરિયામાં 50-60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. જેમના પગલે માછીમારોને દરિયો ના ખેડવા ચૂસના આપવામાં આવી છે.

બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સક્રિય બન્યું હતું તે હાલમાં મધ્યપ્રદેશ અને ઝારખંડ રાજ્ય પર છે જેમણે કારણે અરબી સમુદ્ર તોફાની બની શકે છે. દરીયાઇ પટ્ટીમાં ભારે પવનને કારણે જુનાગઢમાં સતત છઠ્ઠા દિવસે રોપ વે પણ બંધ રાખવામાં આવી છે.

આગામી ત્રણથી-ચાર દિવસ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે તેમ છતાં ગુજરાત રાજ્યમાં હજુ ૨૯ ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે. હવામાન ખાતાએ આગામી બેથી-ત્રણ દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી જણાવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 2-3 તારીખે વરસાદનું જોર વધી શકે છે તો ત્યારે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે.

હવામાન ખાતાએ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે બીજી ઓગસ્ટ બાદ મધ્ય ગુજરાતમાં પણ હળવો વરસાદ થઇ શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે 2જી ઓગસ્ટથી નક્ષત્ર બદલાશે. આશ્લેષા નક્ષત્ર ની શરૂઆત થશે. આશ્લેષા નક્ષત્રનું વાહન મોર છે એટલે સારા વરસાદ પડવાની સંભાવનાઓ થોડીક વધારે હોય છે.

આજે વહેલી સવારથી જ અમદાબાદ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ સર્જાય શકે છે.