Top Stories

વરસાદ વિડિયો / 3-4 જૂને બપોર બાદ ગુજરાતનાં ક્યાં-ક્યાં જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ?

સૌરાષ્ટ્રમાં આજે આગાહી: ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, બોટાદ અને રાજકોટનાં અમુક વિસ્તારોમાં આજે બપોર બાદ વરસાદ એક્ટિવિટી થોડી વધારે જોવા મળશે .
દક્ષિણ ગુજરાતમાં આગાહી: સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, અરવલ્લી જિલ્લામાં બપોર બાદ વરસાદ થોડું વધારે જોર પકડશે ( છૂટાં છવાયા વિસ્તારમાં હળવો અને અમુકમાં મધ્યમ વરસાદ પડી શકે છે. )
ઉત્તર ગુજરાતમાં આગાહી: રાજસ્થાન લાગુ વિસ્તારો જેવા કે પાલનપુર, મહીસાગર, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ આગાહી છે. મધ્ય ગુજરાતનાં વાતાવરણમાં પણ પલટો જોવા મળશે. 

નોધ: ઉપર જણાવેલ જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી જ પડે એવી આગાહી નાં ગણવી કેમ કે હજી ચોમાસુ ચાલુ નથી થયું, માત્ર પ્રિ મોન્સૂન એક્ટિવિટી અને અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત સુધી એક ટ્રક (સિસ્ટમ) બનેલ છે જેમના કારણે અમુક અમુક વિસ્તારોમાં વરસાદ એક્ટિવિટી જોવા મળી શકે છે. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે ઉપર જણાવેલ દરેક જિલ્લામાં વાતાવરણમાં પલટો જરૂર જોવા મળશે અને એ સિવાઈ નાં જિલ્લામાં પણ જોવા મળી શકે છે.

ગઈ કાલે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વાતાવરણમાં પલટો અને ક્યાં-ક્યાં પડ્યો વરસાદ? આજે વહેલી સવારે ભરૂચ, સુરતના પાલ અને અડાજણ વિસ્તાર, ગઈ કાલે મોડી રાત્રે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા એન અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાથે ગાંધીનગર, અને મહીસાગર માં પણ વરસાદ જોવા મળ્યો હતો. આ વરસાદ થી ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન ની ભીતિ સેવાઇ રહી છે.

આ માહિતી વિગતવાર સમજવા ઉપર આપેલ વીડિઓ જોવો.