Top Stories
khissu

આગમી 5 દિ' 23 જિલ્લામાં વરસાદ આગાહી / 12થી 16 જૂન સુધી, જાણો ક્યાં-ક્યાં જિલ્લામાં ભારે વરસાદ?

હાલ હવામાન વિભાગ ની official વેબસાઇટ મુજબ ચોમાસું દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રના દીવ સુધી પહોંચી ગયુ છે. પરંતુ બીજી બાજુ ખેડૂતો માટે નિરાશ જનક સમાચાર મળી રહ્યાં છે કે ગુજરાતમાં વરસાદ એક્ટિવિટી નું પ્રમાણ ઘટી રહ્યું છે અને પ્રિ મોન્સૂન એક્ટિવિટી માં પણ ઘટાડો થયો છે અને અરબી સમુદ્રમાં બનેલી મોટી સિસ્ટમ પણ ગુજરાત નજીક આવતા નબળી પડી ગઈ છે જેથી વાવણી ના વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે એવું લાગી રહ્યું છે. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી સામાન્ય થી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગ દ્વારા ક્યા-કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?
1) ગુજરાતમાં 12 તારીખે અમદાવાદ, આણંદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી, દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે. 

2) 12-13 તારીખે વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ માં આગાહી કરવામાં આવી છે. 

3) 13-14 તારીખે વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ માં આગાહી છે.

4) 14-15 તારીખે વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ આગાહી કરવામાં આવી છે. 

5) 15-16 તારીખે દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં વરસાદ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 21 જેટલાં જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં વરસાદ આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર માં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ માં હળવાથી મધ્યમ પ્રમાણમાં અને રાજકોટ, અમદાવાદ, જુનાગઢ અને આણંદ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

મધ્ય - ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવી છે. સાથે હવામાન વિભાગનું જણાવવું છે કે 12 થી 15 માં સામાન્ય હળવો વરસાદ અને ત્યાર પછી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી નું પ્રમાણ વધશે અને 20 જૂન બાદ સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે.