khissu

અષાઢી વિજળી પરથી વરસાદનો વરતારો, જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જૂનના અંતિમ સપ્તાહમાં વરસાદ તૂટી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવાની સાથે જણાવ્યું છે કે, 8મી જુલાઈ સુધીમાં ગુજરાના મહત્તમ ભાગોમાં વરસાદ થશે. આ દરમિયાન હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. વધુમાં તેમણે ઓગસ્ટ મહિના અંગે આગાહી કરીને જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં તાપી નદીના જળસ્તરમાં વધારો થશે. હળવો વરસાદ થશે. 17 ઓગસ્ટ પછી વરસાદમાં ઘટાડો થશે પરંતુ 23 ઓગસ્ટ પછી તેમાં વધારે ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. જોકે, આ પછી પાછોતરો વરસાદ સારો થવાની શક્યતાઓ રહેલી છે. ઓક્ટોબર માસ અંગે વાત કરીને તેમણે કહ્યું કે દરિયામાં ભારે પવન ફૂંકાશે. નવેમ્બરથી ફરી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સર્કિય થતા જોવા મળશે.

ચોમાસાના વરસાદના વર્તારા માટે હોળીની જાર, અખાત્રીનો પવન , જોવામાં આવે છે. તો અષાઢ મહિનામાં વિજળી જોવાનુ મહત્વ છે. અષાઢ મહિનામાં વિજળી જોઈને પણ વર્તારો કાઢવામાં આવે છે. અષાઢ મહિનામાં વીજળી વરસાદનો માર્ગ બતાવે છે. ચોમાસું બંગાળના ઉપસાગરમાં ચડીને આવતુ હોય છે. ડુંગરાનો ખાચો પડે છે તે ઈશાન તરફનો પડે છે. એટલે ઈશાનની વીજળી થાય તો ત્રણ દિવસ અથવા સાડા ત્રણ ઘડીમાં ચોમાસું આવે છે.

અષાઢી પાંચની વીજળીનું ખાસ મહત્વ છે. પાંચમે વિજળી થાય તો મેઘ ધડુક્યો કહેવાય છે. સંમી સાજે વીજળી થાય તો ચોમાસું સારુ રહે અને વીજળી મોડી થાય તો ચોમાસું થોડું નબળું રહે છે. પાચની વીજળી ન થાય તો છઠ્ઠની પણ જોવા અને નોમ સુધી વિજળી જોવામાં આવે છે.

વીજળી જોવાની રીત- અષાઢી પાંચના દિવસે સમી સાંજે વીજળી થવી જોઈએ. આ વીજળી સર્પ આકારની સફેદ વીજળી હોય તો સારી ગણાય છે. ઈશાન તરફની વીજળી ઉત્તમ ગણાય છે. પાંચમની વિજળીનું વિશેષ મહત્વ છે. પાંચમની વીજળી ન થાય તો છઠ્ઠ અને નોમ સુધી વીજળી જોવાય છે. જોકે, અષાઢ સુદ પાંચમ વીજળી થવાની શક્યતા છે. વીજળી થાય તો વરસાદનો ગર્ભ સારો થાય