Top Stories
khissu

કરોડોના બિઝનેસમાં બેંકનો મોટો ગોટાળો... RBIએ ફટકાર્યો દંડ, જાણો ખાતું હોય તો શું ફરક પડશે?

RBI Imposes Penalty: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક SBI પર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. નિયમોનું પાલન ન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો હતો. તે સમયે આરબીઆઈએ કેનેરા બેંક અને યુનિયન બેંક પર પણ દંડ લગાવ્યો હતો. પરંતુ હવે આરબીઆઈએ એક સહકારી બેંક પર માત્ર બે રૂપિયાનો દંડ લગાવ્યો છે. દંડની આ રકમ ચોંકાવનારી છે. આ કદાચ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ બેંક પર માત્ર બે રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોય.

પાંચ સહકારી બેંકો પર 60.3 લાખનો દંડ

આરબીઆઈએ નિયમનકારી ધોરણોનું પાલન ન કરવા બદલ પાંચ સહકારી બેંકો પર રૂ. 60.3 લાખનો દંડ ફટકાર્યો છે. આ વખતે RBIએ રાજકોટ નાગરિક સહકારી બેંક પર 43.30 લાખનો દંડ ફટકાર્યો છે. સેન્ટ્રલ બેંકે આ દંડ ડાયરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સ પર પ્રતિબંધ અને અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ સંબંધિત સૂચનાઓનું પાલન ન કરવા બદલ લગાવ્યો છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો.

આ સિવાય આરબીઆઈએ કાંગડા કો-ઓપરેટિવ બેંક (નવી દિલ્હી), રાજધાની નગર કો-ઓપરેટિવ બેંક (લખનૌ) અને ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, ગઢવાલ (કોટદ્વાર, ઉત્તરાખંડ) પર 5-5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૌથી ઓછો દંડ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, દેહરાદૂન પર લગાવવામાં આવ્યો છે અને આ રકમ બે રૂપિયા છે. રિઝર્વ બેંકે કહ્યું કે દરેક કેસમાં, નિયમનકારી પાલનમાં ક્ષતિઓના આધારે દંડ લાદવામાં આવ્યો છે અને તેનો હેતુ બેંકો દ્વારા તેમના સંબંધિત ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈપણ વ્યવહારની માન્યતાને અસર કરવાનો નથી.

આરબીઆઈ દ્વારા લેવામાં આવેલી આ કાર્યવાહી પર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ દંડ સહકારી બેંકો પર નિયમનકારી પાલનમાં ક્ષતિઓને કારણે લગાવવામાં આવ્યો છે. તેને બેંક અને ગ્રાહકો વચ્ચેના વ્યવહાર અથવા કરાર સાથે કોઈ લેવાદેવા નથી. સમય સમય પર, RBI બેંકિંગ નિયમોનું પાલન ન કરવા બદલ બેંકો અથવા NBFCs પર દંડ લાદતી રહે છે. બેંક પર લાદવામાં આવેલા દંડ સાથે ગ્રાહકોને કોઈ લેવાદેવા નથી. બેંકનું ગ્રાહક સંબંધી કામ પહેલાની જેમ જ ચાલુ રહે છે.