khissu

આજે 5 જીલ્લામાં રેડ એલર્ટ: કાલથી વરસાદનો વિરામ... નવો રાઉન્ડ ક્યારે?

હવામાન વિભાગે આજે એટલે કે 15 જુલાઈએ રાજ્યમા અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ 6 જીલ્લામાં રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે. જો કે આવતી કાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગશે.

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્રમા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. આટલા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ વરસી શકે છે.

જ્યારે દેવ ભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ જામનગર અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ દક્ષિણ સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં આજે નવસારી અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી અને વલસાડમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનાં અન્ય સ્થળોએ છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતી કાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. નવા રાઉન્ડ વિશે વાત કરીએ તો 26 અને 27 તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 22 થી 30 જુલાઇ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની શરુઆત ફરીથી થશે. દરિયા કાંઠાના વિસ્તારોમાં 26 અને 27 તારીખે ભારે પવન ફુંકાવાની પણ શક્યતા છે.