khissu

આજથી 24 કલાક રેડ એલર્ટ જેવી અતિ ભારે વરસાદ આગાહી, જાણો ક્યાં ક્યાં?

બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ગુજરાતમાં આગમી 24 કલાક અતિ ભારેની આગાહી છે. આવતા 24 કલાકમાં દક્ષિણ પૂર્વ, મધ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં અતિભારે વરસાદની શકયતા છે.

જિલ્લા મુજબ આગાહી જાણો
દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, અને વલસાડનાં અંતરિયાળ વિસ્તારોમાં, સાથે નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, દાહોદ, મહિસાગર, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા રહેશે. 

જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે પણ ભારે વરસાદની શક્યતા બનેલી છે જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને સાથે આણંદ, અમદાવાદ જિલ્લાનાં અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા રહશે.

આ સાથે બાકીનાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં પણ સારા વરસાદની શક્યતા છે અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ પણ આવી શકે.