khissu

મહિનાનાં પહેલા દિવસે રાહત: LPG ગેસ થયો સસ્તો, હવે જાણો એક સિલિન્ડર કેટલામાં મળશે

નવરાત્રિની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) અનુસાર,1 ઓક્ટોબરથી દિલ્હીમાં ઈન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 25.5 રૂપિયા, કોલકાતામાં 36.5 રૂપિયા, મુંબઈમાં 32.5 રૂપિયા, ચેન્નાઈમાં 35.5 રૂપિયા ઓછી હશે. જોકે, ઘરેલુ ઉપયોગ માટે વપરાતા સિલિન્ડરની કિંમતો યથાવત છે. 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર જૂના ભાવે જ મળશે.

આ પણ વાંચો: દશેરા પહેલા સરકારની મોટી ભેટ, હવે પોસ્ટ ઓફિસની આ યોજનાઓ પર મળશે વધુ વ્યાજ

દિલ્હીમાં ઈન્ડેનનું 19 કિલોનું સિલિન્ડર હવે 1885 રૂપિયાને બદલે 1859.5 રૂપિયામાં મળશે. જ્યારે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડર 1995.50 રૂપિયામાં મળશે. અગાઉ તે 1959માં રૂ.માં ઉપલબ્ધ હતું. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડર 1844 રૂપિયાને બદલે 1811.5 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં LPG સિલિન્ડર 2009.50 રૂપિયામાં મળશે. અગાઉ આ સિલિન્ડર અહીં 2045 રૂપિયામાં મળતું હતું.

6 મહિનાથી સતત ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે
કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં સતત છઠ્ઠા મહિને ઘટાડો કરવામાં આવ્યો છે. મે મહિનામાં તેની કિંમત 2354 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, પરંતુ ત્યારથી તેમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડા સાથે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બહાર ખાવા-પીવાનું સસ્તું થઈ શકે છે. તેનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં થાય છે. પરંતુ અન્ય ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થવાથી તેની અપેક્ષા ઓછી રાખવામાં આવી રહી છે.

કુદરતી ગેસના ભાવમાં વધારો
નેચરલ ગેસના ભાવ 40 ટકા વધીને રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. હવે પાઇપ દ્વારા રસોડામાં પહોંચતા CNG અને PNG ગેસના ભાવ વધી શકે છે. ONGC અને OILના જૂના ક્ષેત્રોમાંથી ગેસની કિંમત US$6.1 થી US$8.57 પ્રતિ mmBtu વધી છે. PPAC આદેશમાં કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ-બીપીના ગેસના દર વધીને US$ 12.46 થઈ ગયા છે.

આ પણ વાંચો: ઓપ્ટિકલ ઇલ્યુઝન: સંતરાની વચ્ચે રાખ્યો છે સાકર ટેટી નો ટુકડો, શોધવું મુશ્કેલ બની જશે, શોધીને બતાવો તો માનીએ

બદલાઇ ગયા ગેસના બાટલા ખરીદવાના નિયમ 
હવે LPG ગેસ સિલિન્ડરની સંખ્યા ગ્રાહકો માટે ફિક્સ થઇ ગઈ છે. નવા નિયમો અનુસાર, હવે ગ્રાહક એક વર્ષમાં માત્ર 15 સિલિન્ડર જ ખરીદી શકશે. આ ઉપરાંત ગ્રાહક માત્ર મહિનામાં બે સિલિન્ડર જ લઇ શકશે. ગ્રાહકોને 2 કરતા વધારે સિલિન્ડર નહીં મળે. અત્યાર સુધી સિલિન્ડર ખરીદવા માટે લીમીટ નક્કી ન હતી.12 થી વધુ સિલિન્ડર ખરીદવા પર સબસીડી નહીં મળે. સાથે જ 1 ઓક્ટોબરથી LPG ની કિંમત વધી શકે છે .