khissu

સપના જોવો છો ? તો જાણો સપનાઓ વિશે એવી અદભુત વાતો જે તમને ખબર નહી હોય

કોઈક જ એવો માણસ હશે જેને સપના નહીં આવતા હોય. કોઈ લોકોને સારા સપના આવતા હોય તો કોઈ લોકોને ખૂબ જ ડરામણાં સ્વપ્નાં આવતાં હોય. સપના એટલે શું? સપના કેવી રીતે આવે છે? જ્યારે માણસ સપનું જુએ ત્યારે શું થતું હોય છે? આવા પ્રશ્નો સાથે જાણીએ સપના વિશે અગત્યના ફેક્ટ.

1. દુનિયાનો દરેક માણસ લગભગ એની જિંદગીના પાંચથી છ વર્ષ ખાલી સપના જોવા માં જ ગુજારી દે છે.

2. સપનામાં તમે ગમે તે પરિસ્થિતિ જોઈ રહ્યા હોય પરંતુ સપના ની અંદર ક્યારેય વાંચી કે લખી શકતા નથી.

3. અત્યારના જમાનામાં મોટાભાગના લોકો રંગીન સપનાં જુએ છે. પરંતુ જ્યારે ટીવી ન હતા ક્યારે લોકો બ્લેક એન્ડ વાઈટ માં સપના જોતા.

4. આંધળા લોકો પણ સપના જોઈ શકે છે ફક્ત ખાલી એટલું જ છે કે તે ખાલી સપનામાં સાંભળી અને મહેસૂસ કરી શકે છે.

5. સપનાની અંદર તમને એવા જ ચહેરા દેખાય જે તમે ક્યારેક તો જોયા જ હશે. કારણ કે આપણું મગજ તેની રીતે જ કોઈ નવો ચહેરો બનાવી શકતું નથી.

6. મોટાભાગના લોકો ઊંઘમાંથી જાગ્યા પછી 10 મિનિટની અંદર જ ૯૦ ટકા જેટલું સપનું ભૂલી જાય છે.

7. તમે ગમે એટલી કોશિશ કરી લ્યો, પરંતુ તમને ક્યારે યાદ નહિ આવે કે તમારું સપનું ક્યાંથી શરૂ થયું હતું. ટ્રાય કરજો ! 

8. એક સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે જાનવરો પણ સપનાં જુએ છે. જો કોઈ સૂતેલું જાનવર પુછડી કે પગ હલાવે તું સમજી જજો કે સપનું જોઈ રહ્યું છે.

9. તમને જાણીને નવાઈ થશે કે માણસ ક્યારેય પણ નસકોરા બોલાવતા બોલાવતા સપના જોઈ શકતો નથી.

10. તમને આવતા સપનાઓ માંથી મોટાભાગના સપનાઓ ડરામણા અને નકારાત્મક હોય છે.

તો છે ને? સપના વિશેનાં અદ્ભુત તથ્યો. બીજા લોકો ને પણ શેર કરજો અને તમે પણ આ fact નો અનુભવ કરજો