Top Stories
khissu

હવે ઘરે બેઠા મેળવો બેન્કિંગ સગવડોનો લાભ, જાણો કઇ બેંકો આ સગવડો પર કેટલો ચાર્જ લેશે

જમાનો હવે બદલાયો છે જે કાર્યો માટે લોકોને લાંબી લાઇનોમાં ઉભું રહેવું પડતું હતું તે કાર્યો આજે માત્ર આંગળીના ટેરવે થવા લાગ્યા છે. બેંકોએ તેની સેવામાં અગ્રગણ્ય સુધારો કર્યો છે. અમુક બેંકો તો હવે ઘરે બેઠા જ લોકો સુધી તેની સુવિધા પહોંચાડી રહી છે. આ બાબત ખૂબ જ સરાહનીય છે કારણ કે હાલની પરિસ્થિતિને જો ધ્યાનમાં લઇએ તો લોકો માટે આ સેવા અતિમહત્વની છે. જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB) તથા HDFC બેંકના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે જ છે. આ બેંકો દ્વારા તેમના ગ્રાહકોને ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ ગ્રાહકોમાં વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ લોકોનો સમાવેશ થાય છે. જો આ બેન્કિંગ સગવડોનો લાભ તમારે પણ લેવો હોય તો જાણી લો તેમના ચાર્જ.

કઇ-કઇ સગવડો થશે ઉપલબ્ધ
ડોરસ્ટેપ બેંકિંગ દ્વારા તમે ઘરે બેઠા ખાતું ખોલી શકશો આ ઉપરાંત, રોકડ ઉપાડવી અને જમા કરવી, બિલો ચુકવવાં, રોકડ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવી અને રિચાર્જ કરવું વગેરે જેવા કાર્યો હવે ઘરે જ પતી જશે. આ બધી સગવડો તમે બેંકની વેબસાઇટ પરથી અથવા કસ્ટમર કેર નંબર પર કૉલ કરીને મેળવી શકો છો. હવે જાણીએ SBI, PNB અને HDFC બેંકો કેટલો લે છે ચાર્જ .

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
SBI બિન-નાણાકીય વ્યવહારો પર રૂ. 60+ GST ​​વસૂલે છે, જ્યારે નાણાકીય વ્યવહારો પર રૂ. 100+ GST વસૂલ કરે છે. આ બેંકના ગ્રાહકો દ્વારા થતા દરેક ટ્રાન્ઝેક્શનમાં રોકડ ઉપાડ અને ડિપોઝિટની રકમ પર રોજની રૂ. 20,000 સુધીની મર્યાદા છે.

પંજાબ નેશનલ બેંક (PNB)
PNB એ હાલમાં તેની એક શાખાથી 5 કિલોમીટરનાં અંતરે વરિષ્ઠ નાગરિકો તથા વિકલાંગ નાગરિકો માટે DSB સેવાઓ શરૂ કરી છે. આ સેવા PNBની શાખાના 5km (શહેરી વિસ્તારોમાં) અને 2km (ગ્રામીણ વિસ્તારોમાં)ની ત્રિજ્યામાં પૂરી પાડવામાં આવશે. PNBનો બિન-નાણાકીય વ્યવહારો માટેનો ચાર્જ રૂ. 60 + GST છે અને​​ નાણાકીય વ્યવહારોનો માટેનો ચાર્જ રૂ. 100+ GST ​​વસૂલ કરશે.

HDFC બેંક 
જો તમે HDFC બેંકના ગ્રાહક છો તો આ બેંક રોકડ વ્યવહારો પર તમારી પાસેથી  રૂ. 200+ GST ચાર્જ વસૂલ કરશે. આ બેંકના ગ્રાહકો માટે નાણાકીય ઉપાડ દીઠ મહત્તમ રોકડ મર્યાદા રૂ. 25,000 છે અને લઘુત્તમ રકમ રૂ. 5 હજાર છે.