khissu

મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકનારાઓએ થઈ જજો સાવધાન! સેબીએ 34 સંસ્થાઓને રડાર પર લઈને તપાસ શરૂ કરી

Mutual Fund Investment Tips: લોકો રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરે છે. લોકો મ્યુચ્યુઅલ ફંડ ( Mutual Fund ) દ્વારા લાંબા ગાળા અને ટૂંકા ગાળા માટે રોકાણ કરી શકે છે. જ્યારે પણ કોઈ રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે, ત્યારે તેણે ફંડ પસંદ કરવાનું હોય છે અને રોકાણકાર તે ફંડ અનુસાર રોકાણ કરી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. જો કે, હવે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરનારાઓ માટે એક મોટી ચેતવણી બહાર આવી છે અને રોકાણકારોએ પણ આ અંગે જાગૃત રહેવું જોઈએ.

આ પણ વાંચો: ઓહ બાપ રે: આ દેશમાં બુરખો પહેરવા પર 91,000 રૂપિયાનો દંડ થશે, સંસદે કડક કાયદો પસાર કર્યો

સેબી

હકીકતમાં સેબી રોકાણકારોના હિતમાં સતત નિર્ણયો લેતી રહી છે. હવે ફરી એકવાર સેબી દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. હવે સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડને લઈને પગલાં લેવામાં આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ, તેમની એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMCs) અને ટ્રસ્ટીઓની ફોરેન્સિક તપાસ માટે કેટલીક એન્ટિટીને સૂચિબદ્ધ કરી છે. આ સંસ્થાઓની સંખ્યા 34 છે.

આ પણ વાંચો: અંબાણીથી લઈને મિત્તલ સુધી, ભારતના અબજોપતિઓના પાંચ સૌથી મોંઘા લગ્ન, મીંડા ગણી-ગણીને થાકી જશો

ફોરેન્સિક તપાસ

જે સંસ્થાઓને લિસ્ટ કરવામાં આવી છે તેની માહિતી પણ સેબી દ્વારા આપવામાં આવી છે. SEBI દ્વારા કહેવામાં આવ્યું છે કે E&Y, Deloitte Touche Tohmatsu India અને Grant Thornton India સહિત 34 સંસ્થાઓને ફોરેન્સિક તપાસ માટે લિસ્ટ કરવામાં આવી છે. આ સંસ્થાઓ મ્યુચ્યુઅલ ફંડ, તેમની એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMC) અને ટ્રસ્ટીઓની ફોરેન્સિક તપાસ કરશે.

આ પણ વાંચો: આ દેશમાં બીયરની નદીઓ વહે છે! દરેક વ્યક્તિ 140 લિટર ગટગટાવી જાય, જાણો ભારતવાળા કેટલું બીયર પીવે ??

34 સંસ્થાઓ

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ જણાવ્યું હતું કે, KPMG એશ્યોરન્સ એન્ડ કન્સલ્ટિંગ સર્વિસીસ, ચોકશી એન્ડ ચોકશી, નાંગિયા એન્ડ કંપની અને પિપારા એન્ડ કંપની અન્ય લિસ્ટેડ કંપનીઓમાં છે. 

આ પણ વાંચો: કોઈ ઈન્ટરનેટ કે કોઈ એન્ડ્રોઈડ ફોનની જરૂર નથી, કોલ કરીને કરી શકશો UPI પેમેન્ટ, આ બેન્કે શરૂ કરી સેવા

નિવેદન અનુસાર પેનલમાં જોડાવાનો સમયગાળો 20 સપ્ટેમ્બર 2023 થી 19 સપ્ટેમ્બર 2026 છે. આ 34 સંસ્થાઓને ફેબ્રુઆરીમાં મૂડી બજારના નિયમનકાર દ્વારા આમંત્રિત કરાયેલા એક્સપ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ (EOI)ના જવાબમાં તમામ અરજીઓના મૂલ્યાંકન પછી સૂચિબદ્ધ કરવામાં આવી છે.