Beer Consumption: શું તમે જાણો છો કે વિશ્વમાં કયો દેશ સૌથી વધુ બીયરનું સેવન કરે છે? જવાબ છે ચેક રિપબ્લિક. આ યુરોપિયન દેશમાં દરેક વ્યક્તિ વાર્ષિક 140 લિટર બીયર પીવે છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, સૌથી વધુ બીયર પીવાના સંદર્ભમાં 10માંથી 9 દેશો યુરોપના છે.
આ પણ વાંચો: બેન્કમાં 22 થી 30 સપ્ટેમ્બર સુધી 7 રજાઓ, જાણો આ સમયગાળા દરમિયાન તમારું કામ કેવી રીતે થશે?
જેમાં ચેક રિપબ્લિક, ઓસ્ટ્રિયા, રોમાનિયા, જર્મની, પોલેન્ડ, આયર્લેન્ડ, સ્પેન, ક્રોએશિયા અને લાતવિયાનો સમાવેશ થાય છે. ટોચના 10માં સામેલ એકમાત્ર બિન-યુરોપિયન દેશ નામિબિયા છે. આ આફ્રિકન દેશમાં દરેક વ્યક્તિ વાર્ષિક 95.5 લિટર બિયર પીવે છે. આ યાદીમાં સૌથી નીચે ઈન્ડોનેશિયા છે. આ દેશમાં બીયરનો વાર્ષિક વપરાશ 0.7 લીટર છે.
આ પણ વાંચો: ગૌતમ અદાણીનો જબરો પ્રતાપ, દુનિયાના દરેક અબજોપતિઓને ધૂળ ચટાડી, એક જ દિવસમાં સંપત્તિ આસમાને પહોંચી ગઈ
સૌથી વધુ બીયરનો વપરાશ કરતા દેશોની યાદીમાં ઓસ્ટ્રિયા બીજા સ્થાને છે. આ દેશમાં દરેક વ્યક્તિ એક વર્ષમાં 107.8 લીટર બીયર પીવે છે. રોમાનિયામાં આ આંકડો 100.3 લિટર, જર્મનીમાં 99.8 લિટર અને પોલેન્ડમાં 97.7 લિટર છે. આયર્લેન્ડમાં દરેક વ્યક્તિ એક વર્ષમાં 92.9 લિટર બિયરનો વપરાશ કરે છે. એ જ રીતે, સ્પેનમાં માથાદીઠ બીયરનો વાર્ષિક વપરાશ 88.8 લિટર, ક્રોએશિયામાં 85.5 લિટર અને લાતવિયામાં 81.4 લિટર છે. તે પછી એસ્ટોનિયા (80.5 લિટર), સ્લોવેનિયા (80 લિટર), નેધરલેન્ડ (79.3 લિટર), બલ્ગેરિયા (78.7 લિટર), પનામા (78.3 લિટર), ઓસ્ટ્રેલિયા (75.1 લિટર) અને લિથુઆનિયા (74.4 લિટર) આવે છે.
આ પણ વાંચો: ભારતીય રિઝર્વ બેંકમાં આવી ભરપૂર નોકરીઓ, ગ્રેજ્યુએટ લોકો તાત્કાલિક અરજી કરી દો, પગાર 55000થી પણ વધારે મળશે
યુએસમાં માથાદીઠ બીયરનો વાર્ષિક વપરાશ 72.7 લિટર છે અને યુકેમાં તે 70.3 લિટર છે. બ્રિક્સ દેશોમાં દક્ષિણ આફ્રિકા ટોચ પર છે. આ દેશમાં દરેક વ્યક્તિ દર વર્ષે 60.1 લિટર બીયર પીવે છે. એશિયન દેશોમાં દક્ષિણ કોરિયા નંબર વન છે.
આ પણ વાંચો: બે-ચાર નહીં પણ 18 પ્રકારની લોન હોય, તમે કેટલું જાણો છો? બેંકમાં જતા પહેલા મેળવી લો ખૂબ જ ઉપયોગી જાણકારી
દક્ષિણ કોરિયામાં બીયરનો વાર્ષિક વપરાશ માથાદીઠ 39.4 લિટર છે. ચીનમાં દરેક વ્યક્તિ એક વર્ષમાં 29 લિટર બિયર પીવે છે. આ યાદીમાં ભારત એકદમ નીચે છે. ભારતમાં બીયરનો વાર્ષિક વપરાશ માથાદીઠ બે લિટર છે. માત્ર ઈન્ડોનેશિયા ભારતથી નીચે છે. ઈસ્લામિક દેશ ઈન્ડોનેશિયામાં બિયરનો વાર્ષિક વપરાશ પ્રતિ વ્યક્તિ માત્ર 0.70 લિટર છે.