khissu

વાવણીનો બીજો રાઉન્ડ શરુ: આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે સાંજે સૌરાષ્ટ્રનાં ગોંડલ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જામનગર સહિતના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે.

દક્ષિણ ગુજરાતમાં, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ સહિતના વિસ્તારોમાં છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

મધ્ય ગુજરાતમાં આણંદ અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં આજે ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી.

બપોર બાદ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ હતી. ગઈ કાલે સૌથી વધુ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ પછી ડાંગના સુબીરમાં ત્રણ ઇંચ, સુરતના ઓલડામાં 2 ઇંચ, જૂનાગઢના મેંદરડામાં પોણા બે ઇંચ, ભરુચના અંકલેશ્વરમાં પોણા બે ઇંચ, ડાંગમાં પોણા બે ઇંચ, સુરતના ઉમરપાડા, અમરેલીના બગસરા, ધારી અને જૂનાગઢના કેશોદમાં અઢીથી પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.