Top Stories
khissu

જો તમે SBI, ICICI અને HDFCમાં FD કરાવી છે તો જાણો તેના લેટેસ્ટ સમાચાર

બેંકમાં રોકાણના વિકલ્પો ઘણા છે. જેમાંનો એક વિકલ્પ છે ફિક્સ ડિપોઝિટ કે જે ગ્રાહકોને રોકાણના બદલામાં નિશ્ચિત વ્યાજ આપે છે. બેંકો દ્વારા ફિક્સ ડિપોઝિટના ગ્રાહકોને રોકાણના સમય મુજબ અલગ-અલગ વ્યાજ ચૂકવવામાં આવે છે. તેમજ વરિષ્ઠ નાગરિકોને ફિક્સ ડિપોઝિટ પર વ્યાજની વધારે રકમની ચૂકવણી કરવામાં આવે છે. સૂત્રો મુજબ SBI, ICICI અને HDFC જેવી બેંકો વરિષ્ઠ નાગરિકોને ફિક્સ ડિપોઝિટ પર સામાન્ય કરતાં વધારે વ્યાજ આપી રહી છે. તો ચાલો તે વિશે જાણી લઇએ..

- SBI દ્વારા અપાતી વ્યાજની ટકાવારી 
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) દેશની સૌથી મોટી સરકારી બેંક છે. મોટાભાગના લોકો અહીં માત્ર એટલા માટે રોકાણ કરે છે કારણ કે, SBIમાં કરવામાં આવેલ રોકાણ સૌથી સુરક્ષિત છે. SBI વરિષ્ઠ નાગરિકોને તેમની 5 વર્ષ માટેની FD પર 6.20 ટકાના દરે વ્યાજ આપી રહી છે. SBIનો આ વ્યાજ દર 15 જાન્યુઆરી, 2022થી લાગુ થઈ ગયો છે.

- ICICI દ્વારા અપાતી વ્યાજની ટકાવારી 
ICICI બેંક એ દેશની સૌથી મોટી ખાનગી બેંક છે. ICICI બેંકે વરિષ્ઠ નાગરિકો માટે 'ગોલ્ડન યર ફિક્સ ડિપોઝિટ સ્કીમ' શરૂ કરી છે. જેમાં 80bps વધુ વ્યાજ દર આપવામાં આવે છે. ICICI બેંક ગોલ્ડન યર ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને 6.35 ટકાના દરે વ્યાજ આપી રહી છે, આ વ્યાજ દર 20 જાન્યુઆરી, 2022થી લાગુ થઇ ગયો છે.

- HDFC દ્વારા અપાતી વ્યાજની ટકાવારી 
વરિષ્ઠ નાગરિકો માટે HDFC બેંકની વિશેષ એફડી યોજનાને એચડીએફસી સિનિયર સિટીઝન કેર કહેવામાં આવે છે. બેંક આ થાપણો પર 75 bps વધુ વ્યાજ દર ઓફર કરે છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક એચડીએફસી સિનિયર સિટીઝન કેર હેઠળ FD કરે છે, તો FD પર લાગુ વ્યાજ દર 6.35% હશે. આ વ્યાજ દર 12 જાન્યુઆરી, 2022થી લાગુ થઇ ગયો છે.

અન્ય કઇ બેંકોમાં છે શ્રેષ્ઠ યોજનાઓ?
વરિષ્ઠ નાગરિકો માટે, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, એક્સિસ બેંક જેવી દેશની અન્ય સરકારી અને ખાનગી બેંકોમાં ઘણી શ્રેષ્ઠ FD યોજનાઓ છે. રોકાણ કરતા પહેલા, વરિષ્ઠ નાગરિકોએ આ બધી બેંકોની વેબસાઇટ પર જવું જોઈએ અને FD પર ઉપલબ્ધ વ્યાજ દર વિશે જાણવું જોઈએ.