Top Stories
khissu

ગુલાબ પછી શાહીન વાવાઝોડું/ જાણો કઈ તારીખે, કઈ જગ્યાએ? ગુજરાતમાં કેટલી અસર?

બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ગુલાબ વાવાઝોડું આજ રાત્રિ સુધીમાં ગુજરાત ઉપર પહોંચી જશે. જ્યારે ગુજરાત ઉપર પહોંચશે ત્યારે ડિપ્રેશનમાં હોય શકે છે. ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાતમાં 29-30 તારીખના અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે એક ગુલાબ વાવાઝોડા નું સંકટ ટળ્યું નથી ત્યાં બીજા શાહીન વાવાઝોડાનું સંકટ દેખાય રહ્યું છે.

આવનાર વાવાઝોડું ક્યું હશે?
ગુલાબ વાવાઝોડા પછી તૈયાર થતાં વાવાઝોડાનું નામ શાહીન વાવાઝોડું હશે. જે વાવાઝોડું અરબી સમુદ્રમાં બનાવવાનું છે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.

શાહીન વાવાઝોડું કઈ રીતે બનશે?
બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને આવેલું ગુલાબ વાવાઝોડું ગુજરાત પરથી જ્યારે અરબી સમુદ્રમાં જશે ત્યારે ડિપ્રેશન અથવા ડીપ-ડિપ્રેશનના ફોર્મમાં હશે જે ફરીથી મોટું બનશે અને એક વાવાઝોડાનું સ્વરૂપ લેશે, જેમનું નામ શાહીન વાવાઝોડું આપવામાં આવશે. આ વાવાઝોડુ ગુજરાત નજીક અરબી સમુદ્રમાં તૈયાર થશે.

શાહીન વાવાઝોડું કઈ તારીખે બનશે?
1લી ઓક્ટોબરના રોજ શાહીન વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય બનશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના અખાત વચ્ચે ગુલાબ વાવાઝોડાની આંખ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને વધારે મજબૂત બની શાહીન વાવાઝોડું બનશે, એટલે કે ગુજરાતનાં દરિયાકિનારે વાવાઝોડું સક્રિય થશે.

કઈ દિશામાં આગળ વધશે? 
કચ્છના અખાત પાસે અરબી સમુદ્રમાં શાહીન વાવાઝોડું બન્યા બાદ ધીમે-ધીમે ઓમાન દેશ તરફ આગળ વધશે. કચ્છના નલીયા પાસે વાવાઝોડું સક્રિય બનશે. જોકે ગુજરાતથી જેમ-જેમ દૂર જશે તેમ વધારે મજબૂત થશે જેમને કારણે ગુજરાતમાં વાવાઝોડાની અસર ખૂબ જ ઓછી જોવા મળશે.

શાહીન વાવાઝોડું ક્યાં-ક્યાં જીલ્લામાં અસર કરશે?
ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છની વચ્ચે શાહિન વાવાઝોડું સક્રિય બન્યા બાદ સૌથી વધારે અસર કચ્છ, જામનગર દ્વારકા, મોરબી, રાજકોટ જેવા જીલ્લાની અંદર જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કરછના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે તેવું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે.

આવનાર 3 દિવસ સુધી ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે જોકે શાહીન વાવાઝોડાની અસર ખૂબ જ ઓછા વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ વર્ષેનું અરબી સમુદ્રનું ચોમાસાનું પહેલું વાવાઝોડું શાહીન હોય શકે છે.