Top Stories
khissu

જાણો શું છે ફરક નવી શરતની જમીન અને જૂની શરતની જમીન વચ્ચે

નવી શરતની જમીન :

  • મિત્રો જે ગરીબ કુટુંબો પાસે જમીન નથી અને તેને ખેતી કરવા જમીન જોઈએ છે તેના માટે નવી શરતની જમીન ની જોગવાઈ છે.જેમાં જેતે કુટુંબને નહિવત કિંમત અથવા તો સાવ મફત માં જમીન મળવા પાત્ર છે.
  • નવી શરતની જમીન નીચે અંતર્ગત ફાળવવામાં આવે છે.

૧) સરકાર શ્રી તરફ થી જમીન વિહોણા કુટુંબને ખેતી માટે

૨) ભૂદાન સમિતિ દ્વારા જમીન વિહોણા કુટુંબને

૩) સરકારશ્રી તરફથી માલધારીઓને માલધારી વસાહત માટે

  • મિત્રો, નવી શરતની જમીન જેતે કુટુંબને ખેતી કરવા માટે ફાળવેલ હોય છે તેથી નવી શરતની જમીન ને વેચાણ, તેની વહેંચણી કે અન્ય તબદીલી કલેકટર ની મંજુરી સિવાય કરી શકાતી નથી.
  • નવી શરત જમીન માં જે તે કુટુંબ ના જમીનના ૭/૧૨ માં નવી અને અવિભાજ્ય શરત એવું લખેલું હોય છે.


જૂની શરતની જમીન :

  • વર્ષોથી સ્વામાલિકી હકકે, સ્વપાર્જીત કે વડીલોપાર્જિત મિલકત ધરાવનાર ખાતેદારોની જમીન જૂની શરતની જમીન ગણાય છે.જેમાં સરકારશ્રીની મંજૂરીની કોઈ આવશ્યકતા રહેતી નથી. સરકારશ્રી ની મંજુરી વિના જ તે જમીન નું વેચાણ કરી શકે છે તેમજ જમીન ની વહેંચણી પણ કરી શકે છે અને પોતાની રીતે તે જમીન બિનખેતીમાં ફેરવી શકે છે.
  • જૂની શરતની જમીનમાં જેતે કુટુંબના જમીનના ૭/૧૨ માં જૂની શરત ( ફક્ત બિનખેતીના હેતુ માટે પ્રીમિયમ ને પાત્ર ) એવું લખેલું હોય છે.


નવી શરતની જમીનને જૂની શરતની જમીનમાં ક્યારે ફેરવી શકાય ?

  • નવી શરતની જમીન પર ૧૫ વર્ષ સુધી કબ્જો (ખેતી) કર્યા બાદ જ તેને જૂની શરતમાં ફેરવી શકાય છે અને જો નવી શરતની જમીન ને બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવી હોય તો તેના માટે પ્રીમિયમ ભરવાનું હોય છે.
  • પ્રવર્તમાન નિયમો મુજબ હાલ પ્રીમિયમ નો દર જંત્રીની કિંમતના ૯૦ ટકા છે.