khissu

શું હવે કપાસ રાખવો જોઇએ કે વેંચી નાખવો ? શું છે કપાસની બજાર જાણો અહીં તમામ માહિતી

કપાસની બજારમાં નરમાઈ ચાલુ રહી હતી. બજારમાં વેચવાલી પણ ઘટી હોવા છત્તા કપાસમાં ઘટતી બજારે ઘરાકી ન હોવાથી ભાવમાં વધુ રૂ.૨૦થી ૨૫નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં કપાસની બજારમાં જિનોની લેવાલી ઉપર બજારનો આધાર રહેલો છે. જિનોને અત્યારે ડિસ્પેરિટી ચાલતી હોવાથી તેઓ ઊંચા ભાવથી કપાસ લેવા તૈયાર નથી.

આ પણ વાંચો: લસણના ભાવમાં જોરદાર તેજી: 344 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં લસણ બજાર ભાવ

સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૨.૨૫ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા ઉનામાં રૂ.૧૮૮૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ તળાજામાં રૂ.૧૫૫૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૭૦૦થી ૧૮૦૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.

બાબરા માર્કેટ યાર્ડમાં 13000 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1725થી 1805 સુધીના બોલાયા હતાં. જામનગર માર્કેટ યાર્ડમાં 25665 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1450થી 1795 સુધીના બોલાયા હતાં.

આ પણ વાંચો: એક સપ્તાહમાં 50 રૂપિયાનો ઘટાડો: કપાસમાં 1900 રૂપિયો ઊંચો ભાવ

કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 22/11/2022 ને મંગળવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં રૂ. 1831 સુધીનો બોલાયો હતો.

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 22/11/2022 મંગળવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ16551760
અમરેલી12551784
સાવરકુંડલા17001771
જસદણ17001755
બોટાદ16701831
મહુવા15991765
ગોંડલ16011776
કાલાવડ17001787
જામજોધપુર16001766
ભાવનગર16011740
જામનગર14501795
બાબરા17251805
જેતપુર15001763
વાંકાનેર16001790
મોરબી16501794
રાજુલા16001740
હળવદ16001778
વિસાવદર16201746
તળાજા14001727
બગસરા16201775
જુનાગઢ16501726
ઉપલેટા16001725
માણાવદર13001780
ધોરાજી16511741
વિછીયા16301770
ભેંસાણ16001754
ધારી15951800
લાલપુર16511761
ખંભાળિયા17001791
ધ્રોલ14511772
દશાડાપાટડી16001651
પાલીતાણા16001720
હારીજ17001771
ધનસૂરા15801680
વિસનગર16001766
વિજાપુર16001762
કુકરવાડા16761745
ગોજારીયા17051760
હિંમતનગર13511750
માણસા14701758
કડી16001794
મોડાસા16001695
પાટણ16501766
થરા17111751
તલોદ16311747
સિધ્ધપુર16721778
ડોળાસા15801736
ટિંટોઇ15501680
દીયોદર16501725
બેચરાજી16801741
ગઢડા16351779
ઢસા17101791
કપડવંજ15251575
ધંધુકા17001776
વીરમગામ16901762
જાદર16501790
જોટાણા16391692
ચાણસ્મા16251736
ભીલડી16751715
ખેડબ્રહ્મા17111750
ઉનાવા15511760
શિહોરી16851740
લાખાણી14001750
ઇકબાલગઢ14851696
સતલાસણા16001701
આંબલિયાસણ16901744