એક સપ્તાહમાં 50 રૂપિયાનો ઘટાડો: કપાસમાં 1900 રૂપિયો ઊંચો ભાવ

એક સપ્તાહમાં 50 રૂપિયાનો ઘટાડો: કપાસમાં 1900 રૂપિયો ઊંચો ભાવ

રૂની બજારો ઘટવા લાગી છે અને જિનોને કપાસની ખરીદીમાં મોટી ડિસ્પેરિટી ચાલતી હોવાથી કપાસનાં ભાવમાં સોમવારે સરેરાશ મણે રૂ.૫૦થી પણ વધુનો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં કપાસનાં ભાવ હજી પણ નીચા આવે તેવી સંભાવનાં દેખાય રહી છે. સરેરાશ કપાસની બજારમાં હાલ ઊંચા ભાવથી કોઈને લેવું નથી અને ખેડૂતોને ભાવ વધુ ઘટવાનાં ડરે આગામી દિવસોમાં વેચવાલી વધે તેવી ધારણાં છે.

આ પણ વાંચો: SBIએ શરૂ કરી જબરદસ્ત સેવા, હવે WhatsApp દ્વારા મળશે પેન્શન સ્લિપ, જાણો કઇ રીતે

સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૨.૪૬ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા મોરબીમાં રૂ.૧૮૬૫ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ તળાજામાં રૂ.૧૫૫૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૭૦૦થી ૧૮૨૫ વચ્ચે અથડાય રહ્યાં હતાં.

તા. 21/11/2022 સોમવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ17001818
અમરેલી10001815
સાવરકુંડલા16801780
જસદણ17001780
બોટાદ16001861
મહુવા15011762
ગોંડલ16511781
કાલાવડ17001808
જામજોધપુર16501900
ભાવનગર16001756
જામનગર15001850
બાબરા17201830
જેતપુર16661791
વાંકાનેર16001800
મોરબી17001820
રાજુલા16501760
હળવદ16001800
વિસાવદર16301786
તળાજા14001743
બગસરા17301786
જુનાગઢ16501734
ઉપલેટા16501745
માણાવદર13501820
ધોરાજી17161771
વિછીયા16501790
ભેંસાણ16001803
ધારી15701805
લાલપુર16951785
ખંભાળિયા16751768
ધ્રોલ14781805
દશાડાપાટડી17111760
પાલીતાણા16001740
હારીજ16901780
ધનસૂરા16001670
વિસનગર15501758
વિજાપુર16001835
કુકરવાડા17101770
ગોજારીયા16901745
હિંમતનગર15001800
માણસા16001753
કડી16001800
મોડાસા17001734
પાટણ17121771
થરા17001740
તલોદ16311751
સિધ્ધપુર15701777
ડોળાસા16001774
ટિંટોઇ15011700
દીયોદર13501720
બેચરાજી16501740
ગઢડા16651785
ઢસા16901765
કપડવંજ15251575
વીરમગામ16501774
જાદર16551800
જોટાણા16601725
ચાણસ્મા17091780
ભીલડી16001728
ખેડબ્રહ્મા17251762
ઉનાવા14511780
શિહોરી16851805
લાખાણી14501738
સતલાસણા17001770
આંબલિયાસણ17121806