khissu

એક સરકારી પરીક્ષા પાસ કરીને સફેદ વાળ આવી જાય ત્યારે આ શખ્સે પાંચ-પાંચ પાસ કરી, અત્યારે છે આ પોસ્ટ પર

આજે લોકો સરકારી નોકરી મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, ઘણા લોકો તો બધું પડતું મુકીને માત્ર ને માત્ર સરકારી નોકરી માટે જ તૈયારી કરતા હોય છે. આપણી આજુબાજુ પણ આપણે ઘણા એવા યુવાન અને યુવતીઓને જોતા હોઈએ છીએ જે  જીવનમાં સફળતા મેળવવા માટે અથાગ મહેનત કરતા હોય છે અને આગળ વધતા હોય છે.

હાલમાં સરકારી પરીક્ષામાં સ્પર્ધા એટલી વધી ગઈ છે કે એકાદ પરીક્ષા પાસ કરવી હોય તો માથે સફેદ વાળ આવી જાય છે. ત્યારે આજે જે કિસ્સા વિશે વાત કરવી છે એ રાજસ્થાનના પીપલુ સબડિવિઝન વિસ્તારમાં રહેતા શ્યામસુંદર પારિકનો છે. કારણ કે શ્યામસુંદર પારિકે એક નહીં બે નહીં પરંતુ પાંચ વખત સરકારી પરીક્ષાઓ પાસ કરી છે. હવે શ્યામસુંદર પારિકની આ સફળતા જોઈને આખું ગામ તેના વખાણ કરી રહ્યું છે. જો કે શ્યામસુંદર પારિકની પહેલાથી જ ઈચ્છા હતી કે તે સરકારી નોકરી કરે. એટલે તેને નાની ઉંમરથી જ અલગ અલગ પરીક્ષાઓની તૈયારી શરૂ કરી હતી.

વિગતે વાત કરીએ તો શ્યામસુંદર પારિકે દિવસ રાત મહેનત કરીને 27 વર્ષની ઉંમરે પાંચ સરકારી નોકરીની પરીક્ષા પાસ કરી. સાથે જ તેમણે રાજસ્થાન જાહેર સેવા આયોગ સંસ્કૃતિ શિક્ષણ વિભાગમાં પ્રોફેસરોની પોસ્ટ માટેની સ્પર્ધાત્મક પરીક્ષા પણ આપી હતી. જેમાં શ્યામસુંદર પારિકએ આખા રાજસ્થાનમાં પાંચમો નંબર મેળવ્યો એ વાત તો અલગ જ લેવલની હતી. કારણ કે બધી પરીક્ષામાં આ રીતે પાસ કરવું અને એમાં પણ આ રીતે ટોપ કરવું એ ખરેખર ઉત્તમ વાત કહી શકા.

રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સંચાલિત સંસ્કૃત શિક્ષણ વિભાગની વ્યાકરણ પોસ્ટમાં આખા રાજસ્થાનમાં બીજો નંબર મેળવવાની સાથે તેમને પહેલા ત્રણ અલગ અલગ શિક્ષક માટે આપેલી પરીક્ષા પણ પાસ કરી હતી. એટલું જ નહીં પણ શ્યામસુંદરએ સરકારી પરીક્ષામાં સફળતા મેળવ્યા પછી પણ તેમની સખત મહેનત ચાલુ જ રાખી હતી અને જે પરીક્ષામાં શ્યામસુંદર પારિકની પસંદગી થાય તેમાં તે તેની જૂની નોકરી છોડીને નવી સરકારી પોસ્ટ સંભાળતો હતો. હાલમાં શ્યામસુંદર નામનો આ વ્યક્તિ ભિલવાડા જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં તેની ફરજ બજાવે છે.