Top Stories
khissu

પૂર્વાનુમાન / સ્કાયમેટના દેવેન્દ્ર ત્રિપાઠી દ્વારા સપ્તાહ વરસાદ અંદાજ...

ખાનગી સંસ્થા સ્કાયમેટના દેવેન્દ્ર ત્રિપાઠી દ્વારા ૨૫થી ૩૧ જુલાઇ દરમિયાન ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તે બાબતે સાપ્તાહિક પૂર્વાનુમાન જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે આ વર્ષે ગુજરાત રિલિજિયનમાં સામાન્ય ધાર્યા કરતાં 39% ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 45% ઓછો વરસાદ નોંધાયો છે. એટલે કે સંપૂર્ણ ગુજરાતમાં આ વર્ષે 50% ઓછો વરસાદ નોંધાયો છે.

25 તારીખે અને 26 તારીખનાં બપોર સુધીમાં ગુજરાતના પૂર્વ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠાથી લઈને પાલનપુર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોડાસા મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, વલસાડ, નવસારી, તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પણ કોઈક કોઈક વિસ્તારમાં મુશળધાર વરસાદ પડી શકે છે. સંપૂર્ણ ગુજરાતમાં ઘેરા વાદળો બંધાયેલા રહશે. ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળતો રહશે.

જોકે 26 જુલાઇથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટતું જશે. પેહલાની જેમ જ ગુજરાતમાં વરસાદ પ્રમાણ સાવ ઘટી જશે અને ગરમી અને ઉકળાટ સહન કરવો પડશે. 26થી 31 જુલાઇ દરમિયાન સૂકું વાતાવરણ રહશે. તે દિવસોમાં અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.

જ્યારે 26-31માં દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈને તાપી સુધી, નવસારી, વલસાડ, ભરૃચ, નર્મદા જેવા જીલ્લામાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળતો રહશે. એ સિવાઈ સંપૂર્ણ ગુજરાતમાં સૂકું વાતાવરણ રહશે. કોઈક કોઈક ભાગોમાં આંશિક વાદળોને કારણે હળવો વરસાદ જોવા મળી શકે છે.

એટલે ખેડૂત મિત્રો, સાપ્તાહિક પૂર્વાનુમાનની આગાહી પરથી એવું તારણ મળે છે કે બે દિવસ છોડતાં બાકી રહેલ જુલાઇનાં દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ બહુ જ ઓછો જોવા મળશે.