khissu

ગુજરાત માટે ખાનગી સંસ્થા Skymete કરી ચોંકાવનારી આગાહી; જાણો શું છે poor Singal?

ભારતમાં હવામાન વિભાગ પછી કોઈ આગાહી કરતું હોય છે તો એ છે ખાનગી સંસ્થા Skymet. આ વર્ષે skymet દ્વાર ભારતમાં સામાન્યથી સારું ચોમાસું રહે તેવી આગાહી જણાવી છે. જોકે એ પછી ગઈ કાલે જે ગુજારત માટે સ્પેશિયલ આગાહી જણાવી તે થોડી વિચારોમાં મૂકી દે તેવી આગાહી છે.

Skymete દ્વારા ગઈ કાલે આગાહી આગાહી: ભારતની જાણીતી ખાનગી સંસ્થા દ્વારા દેશના કયા રાજ્યમાં કેવો વરસાદ પડશે તેમને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં ગુજરાત માટે પૂર સિગ્નલ (Poor signal) જાહેર કરવામાં આવ્યું છે એટલે કે કોઈ આગાહી કરવામાં આવી નથી. એમના આ અનુમાન પરથી એવી માહિતી મળે છે કે ગુજરાત માટે આગાહી કરવી હાલમાં ખૂબ જ કઠિન છે. તેમ છતાં આપણે આશાવાદી છીએ કે આ વર્ષે ખૂબ સારું ચોમાસું ગુજરાતમાં રહેશે.

Poor Singal: સ્કાયમેટ ખાનગી સંસ્થાએ ભારતના તમામ રાજ્યોમાં સારા વરસાદની આગાહી જણાવી છે, જ્યારે ગુજરાત અને રાજસ્થાનમાં પુર સિગ્નલ (Poor signals) જણાવ્યું છે. એટલે કે તે વિસ્તારોમાં આગાહી કરવી skymete માટે અઘરી છે જેથી તેમણે આગાહી કરી નથી. જોકે આ વિસ્તારની અંદર તેમને અનિયમિત વાતાવરણ અથવા તો વરસાદ જણાતો હોય જેથી તેઓએ આગાહી જણાવી નથી. તેમની આ આગાહી લઈને ગુજરાતના ખેડૂતો માટે દુઃખદ સમાચાર પણ કહી શકાય. કેમ કે વત્તાઓછા પ્રમાણમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે. સારા વરસાદ માટે સ્કાયમેટ ને પણ અનુકૂળ પરિબળો જણાતા નથી. જોકે આવનાર ત્રણ ચાર દિવસ પછી દક્ષિણ ગુજરાતમાં નબળા ચોમાસાની શરૂઆત થઇ શકે છે.

વધારે: ક્યાં જીલ્લામાં, કઈ તારીખે આગાહી? ગુજરાતમાં 7 તારીખ પછી પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં 6-7 અને 8 તારીખ દરમિયાન ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર જેવા જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ  નજીકનાં જિલ્લા તો, દક્ષિણ ગુજરાતમાં મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર લાગુ બોર્ડર ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં ભારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. આ વરસાદ જ્યાં પડે ત્યાં કડાકા ભડાકા સાથે જોવા મળશે. વાવણી લાયક વરસાદ પણ હોય શકે છે.