khissu

કપાસના ભાવમાં નરમાઈનો માહોલ, આજનો ઉંચો ભાવ રૂ. 1850, જાણો આજના કપાસના બજાર ભાવ

દિવાળી પર્વની રજાઓ બાદ માર્કેટિંગ યાર્ડો ફરી રાબેતા મુજબ ધમધમવા લાગ્યા હોઇ, આજે મંગળવારે અગ્રણી યાર્ડોમાં કપાસની 1.47 લાખ મણની આવક નોંધાઇ હતી. ઓછી આવકો વચ્ચે ભાવમાં આજે પ્રતિ મણે ઘટ્યા ભાવથી રૂ.15 થી 20નો સુધારો જોવા મળ્યો હતો. લાભપાંચમથી પીઠાઓમાં કપાસની હોંબેશ આવકો શરૂ થશે તેમજ પરપ્રાંતમાંથી પણ કપાસના વાહનોની આવકો વધી જશે, તેવી 
ગણતરીઓ ખોટી પડી હોય તે રીતે હાલ પીઠાઓમાં ગત સાલ જે આવકો થઇ રહી હતી તેનાથી અડધી જ આવકો નોંધાઇ રહી છેે.

આ પણ વાંચો: નવી મગફળીના ભાવમાં તેજી: ૧૫૮૫ રૂપિયા ઉંચો ભાવ, જાણો આજના મગફળીના બજાર ભાવ

તો પરપ્રાંતમાંથી પણ કપાસની જૂજ આવકો જ થઇ રહી છે. બે દિવસ પહેલા મેઇન લાઇનનો કપાસ આવવાનો શરૂ થયો છે પરંતુ તેમાં માત્ર 30-31ના ઉતારા આવી રહ્યાની ફરિયાદો ઉઠી રહી છે. આજે એ ગ્રેડ કપાસના રૂ.1670-1725, બી ગ્રેડના 1600-1670 અને નબળી ક્વોલિટીનો સી ગ્રેડના રૂ.1550-1600ના ભાવ બોલાયા હતા.

કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 01/11/2022 ને મંગળવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ ધનસુરા માર્કેટ યાર્ડમાં રૂ. 1850 સુધીનો બોલાયો હતો.

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તારીખ 01/11/2022 ને મંગળવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ

1580

1774

જસદણ

915

1790

મહુવા

1300

1765

જામજોધપુર

1300

1786

ભાવનગર

1351

1700

જામનગર

1400

1700

બાબરા

1500

1824

વાંકાનેર

1200

1735

હળવદ

1325

1754

વિસાવદર

1521

1711

તળાજા

1055

1698

ઉપલેટા

1200

1815

ધોરાજી

1396

1766

વિછીયા

1450

1725

ધારી

1100

1725

લાલપુર

1500

1761

ધ્રોલ

1400

1656

પાલીતાણા

1400

1700

સાયલા

1290

1752

ધનસૂરા

1600

1850

મોડાસા

1500

1671

ગઢડા

1560

1816

ઢસા

1550

1675

ધંધુકા

1325

1710

વીરમગામ

1447

1705

લાખાણી

1626

1700