khissu

આજથી પુષ્ય નક્ષત્રનો પ્રારંભ; જાણો કેવો પડશે વરસાદ ?

 આજથી વરસાદનું પુષ્ય નક્ષત્ર બેસી રહ્યું છે. આ પહેલા પુનર્વસુ નક્ષત્ર શરૂ હતું. આજથી શરુ થતા પુષ્ય નક્ષત્રનું વાહન શિયાળ છે. આ નક્ષત્ર 20/07/2022 થી લઈને 02/08/2022 સુધી રહેશે.

જો પુનર્વસુ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પુષ્ય નક્ષત્રમાં પણ ભારે વરસાદ વરસતો હોય છે. આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અને કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પણ પડ્યો છે. પુનર્વસુ નક્ષત્રમાં વરસાદના આંકડાઓ જોતા એવું લાગે છે કે પુષ્ય નક્ષત્રમાં પણ વરસાદ સારો પડી શકે છે.

પુનર્વસુ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્રની પ્રાચીન લોકવાયકા
"પુનર્વસુ ને પુષ્ય, બેય ભાયલા
વરસા તો વરસા, વાયલ તો વયલા"

જો કે પુષ્ય નક્ષત્રમાં અંબાલાલ પટેલે પણ ભારે આગાહી કરી છે. જેમાં 22 તારીખ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.

તેમને જણાવ્યું કે પુષ્ય નક્ષત્ર એટલે વખ અને વખમાં વરસતો વરસાદ ઊભા પાકો માટે સારો ગણાય. આ નક્ષત્રમાં 2 તારીખ સુધીનો વરસાદ ખેતી પાકો માટે સારો ગણાય છે.

હવામાન વિભાગે પણ 22 તારીખ બાદ રાજ્યમા વરસાદના નવા રાઉન્ડ ની આગાહી કરી છે. 23 અને 24 તારીખે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.