Top Stories
khissu

નાના પાયાના આ 3 વ્યવસાય અપાવશે તમને મોટી કમાણી

પોતાનો વ્યવસાય કરવો હવે કંઇ અઘરી વાત નથી. કોઇ પણ વ્યક્તિ પોતાનો વ્યવસાય કરી શકે છે, પછી એ પૈસાદાર હોય કે ગરીબ. કારણ કે આજે વ્યવસાય માટે અખૂટ વિકલ્પો છે, અલબત્ત તે માટે ઘણી ખરી સહાય પણ મળે છે. જો તમારે વ્યવસાયમાં ઝંપલાવવુ હોય તો તમે નાના પાયાથી તેની શરૂઆત કરી શકો છો. આપણી આજુબાજુ નજર કરીએ તો જીવનજરૂરિયાતની એવી અનેક વસ્તુઓ છે કે જેની માંગ સતત રહેતી હોય છે. આજે આપણે એવા જ 3 વ્યવસાયની માહિતી મેળવવાના છીએ જે છે તો નાના પાયાના પરંતુ કમાણી સારી એવી આપે છે.

ફળોનો વ્યવસાય:
આપણે સૌ જાણીએ જ છીએ કે ફળો સ્વાસ્થ્ય માટે સારા છે અને ફળોની માંગ તો બારેમાસ જોવા મળે છે. તમે આ ફળોની લે-વેચ કરવાનો વ્યવસાય કરી શકો છો. આ વ્યવસાય કરવા માટે મોટું રોકાણ કરવાની જરૂર નથી, કારણ કે ઓછા પૈસા રોકીને નાના પાયે પણ તમે કમાણી કરી શકો છો. લોકો ફળોનું સેવન અલગ-અલગ ઋતુ પ્રમાણે કરતાં હોય છે તેનો મતલબ એમ કે આ ધંધો બારેમાસ ચાલે છે. માટે જ આ વ્યવસાય સતત કમાણી કરાવનારો છે.

અગરબત્તીનો વ્યવસાય:
અગરબત્તીનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં થાય છે. વિવિધ રંગો અને સુગંધવાળી અગરબત્તીઓની માંગ સતત જોવા મળે છે. આ વ્યવસાય શરૂ કરવા તમારે જરૂરી મશીનરી જોઇશે જે બજારમાં ઉપ્લબ્ધ છે. માત્ર 10 થી 20 હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. અગરબત્તી સાર્વજનિક મંદિર હોય કે ઘરનું મંદિર, દરેકને તેની આવશ્યક્તા રહે છે. તેથી જ તો આ વ્યવસાય તમને ઓછા રોકાણે વધુ નફો અપાવનારો છે.

નાસ્તો બનાવવાનો વ્યવસાય:
તમને સ્વાદિષ્ટ પકવાન બનાવતાં આવડતુ હોય તો તમે આ આવડત દ્વારા પૈસા પણ કમાઇ શકો છો. એ પણ ઓછા પૈસાનું રોકાણ કરીને. આ વ્યવસાય તમે તમારા ઘરે અથવા પોતાની નાની દુકાન ખોલીને કરી શકો છો. આજકાલ તો આ વ્યવસાય ઓનલાઇન પણ થવા લાગ્યો છે. ગ્રાહકોની માંગ મુજબ તમે ઘણા પ્રકારનો નાસ્તો બનાવી શકો છો જેમ કે, સમોસા, કચોરી, વડાપાંઉ, દાળ-પકવાન..વગેરે. એક વાર ગ્રાહકોને નાસ્તો પસંદ આવી ગયો પછી તો તેઓ ઓર્ડર કરશે જ અને તમારો વ્યવસાય ફળશે.