Top Stories
khissu

ફક્ત 5,000 રૂપિયા તમને બનાવશે કરોડપતિ, જાણો સિક્રેટ ફોર્મ્યુલા

હાલમાં લોકો કોરોનાકાળમાંથી પસાર થયા હોવાથી તેમને બચતની કિંમ સમજાય રહી છે. જે રીતે લોકડાઉનમાં ખર્ચા ઉપર ખર્ચા થતા હતા, ત્યારે લોકોને તેની બચત કામે લાગી, આવા સમયે દરેક લોકોને એક પાઠ મળ્યો કે જો બચત કરી હશે તો એ મુશ્કેલ સમયમાં કામ લાગશે અને આ વાત સાચી પણ છે. આપણી આવકનો થોડો ઘણો હિસ્સો ભવિષ્ય માટે રાખવો આવશ્યક છે. આજે કરેલુ રોકાણનું આયોજન ચોક્કસ આપણી ભાવિ નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરશે, માટે અમે આજે તમારા સુધી એવી જ એક બચતયોજના લાવ્યા છીએ.


તો ચાલો આપણે એક્સપર્ટની ટિપ્સ દ્વારા રોકાણપ્રવૃત્તિ સમજીએ કે કેવી રીતે રોકાણ કરવું. એક્સપર્ટે અહીં 5,000 રૂપિયાથી લઈને કરોડપતિ બનવા સુધીની સફરનો નકશો તૈયાર કર્યો છે. તેમના કહેવા મુજબ જો આપણે ફિક્સ્ડ ડિપોઝિટ (FD), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને રૂ. 5000નું રોકાણ કરીએ છીએ, તો આપણો પોર્ટફોલિયો નીચે મુજબનો બનશે-


રોકાણ                 વ્યાજ દર       10 વર્ષ         20 વર્ષ         30 વર્ષ        40 વર્ષ

ફિક્સ્ડ ડિપોઝિટ          6%         8,23,494        23,21,755     50,47,688  1,00,07,241    

PPF      7.1%        8,75,352        26,52,088     62,58,402  1,35,78,283

મ્યુચ્યુઅલ ફંડ     15%   13,93,286    75,79,775  3,50,49,103 15,70,18,777

રોકાણ કરેલ રકમ     6,00,000     12,00,000    18,00,000     24,00,000


ઉપરોક્ત ચાર્ટ પરથી તમે જોઈ શકો છો કે-

- FDમાં  6 લાખનાં 10 વર્ષનાં રોકાણ પર  રૂ. 8.3 લાખ અને 40 વર્ષમાં રૂ. 24 લાખનાં રોકાણ પર રૂ. 1.02 કરોડ મળશે.

- PPFમાં 6 લાખનાં 10 વર્ષનાં રોકાણ પર રૂ. 8.75 લાખ અને 40 વર્ષમાં રૂ. 24 લાખનાં રોકાણ પર રૂ. 1.35 કરોડ મળશે. જે સંપૂર્ણ રકમ ટેક્સમાંથી મુક્ત છે.

- મ્યુચ્યુઅલ ફંડમાં 6 લાખનાં 10 વર્ષનાં રોકાણ પર રૂ. 13.9 લાખ અને 40 વર્ષમાં 24 લાખના રોકાણ પર રૂ. 15.7 કરોડ મળશે.  


જાણો શું છે તફાવત

-મ્યુચ્યુઅલ ફંડમાં 10 વર્ષ પછી જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે.
-તમે સંયોજનની શક્તિ પણ જોઈ શકો છો. જો આપણે વહેલું રોકાણ કરીએ તો રોકાણ પર ઊંચું વળતર મેળવી શકીએ છીએ.

- તે એવું પણ સૂચવે છે કે FDને ઇમરજન્સી ફંડ તરીકે અથવા ટૂંકા ગાળાના ધ્યેય માટે રાખવી જોઈએ જ્યારે મ્યુચ્યુઅલ ફંડને લાંબા ગાળાના ધ્યેય માટે પસંદ કરવું જોઈએ.


PPF એ એક સારું રોકાણ છે કારણ કે તે FD કરતાં થોડું સારું વળતર આપે છે. આ સિવાય પીપીએફની શક્તિ, તેના હેઠળ મળતી છૂટ. PPF માં કરવામાં આવેલ તમામ થાપણો આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કરમુક્ત છે. આ સિવાય પીપીએફમાં એકત્રિત કરવામાં આવેલી રકમ અને વ્યાજને પણ ઉપાડના સમયે ટેક્સમાંથી મુક્તિ મળે છે.