khissu

આપણે જાણતા હોઈએ ફક્ત એજ સત્ય નથી હોતું !

નમસ્કાર દોસ્તો,

દરેક વ્યક્તિની જીવનમાં એક અલગ કહાની હોય છે.દર વખતે આપણે ધારીએ એવું જ નથી હોતું.સત્ય ને એક પોતાનો રુતબો હોય છે.આજ માનવી એટલો મહત્વાકાંક્ષી બનતો જાય છે કે તે ફક્ત એ જ જુએ છે કે તેમની ઇચ્છા કેવી રીતે પુરી થાય, એ વિચાર્યા વગર કે સામેની વ્યક્તિ શુ ઈચ્છે છે.આ એ પરિબળ છે જેના લીધે સંબંધોમાં કડવાહટ જોવા મળે છે.ઘણી ખોટી ધારણાઓ ક્યારેક માણસને શરમાવી શકે છે.ચાલો, આ વાત ને વધારે સારી રીતે સમજીએ.

એક 24 વર્ષિય છોકરાએ ટ્રેનની બારીમાંથી બહાર જોયું કે બૂમ પાડી… "પપ્પા, જુઓ વૃક્ષો પાછળ જઇ રહ્યા છે!" પપ્પા હસ્યા અને નજીકમાં બેઠેલા એક યુવાન દંપતીએ દયાથી 24 વર્ષ જુના બાલિશ વર્તન તરફ નજર નાખી, 
નજીક બેઠેલા આ દંપતી મોઢા પર હાથ રાખી મરક મરક હસવા લાગ્યા..
અચાનક તે ફરીથી બોલ્યો "પપ્પા, જુઓ વાદળો આપણી સાથે ચાલી રહ્યા છે!" 
આ દંપતીથી બોલ્યા વગર રહેવાયું નહીં એમને લાગ્યું કે આનું છટકી ગયેલુ છે, એટલે વૃદ્ધને કહ્યું… "તમે તમારા દીકરાને સારા ડૉક્ટર પાસે કેમ નથી લઈ જતા?" વૃદ્ધાએ હસીને કહ્યું… "અમે હોસ્પિટલથી આવી રહ્યા છીએ, મારો પુત્ર જન્મથી અંધ હતો,  તેને આજે જ તેની આંખો મળી છે." 

ગ્રહ પરની દરેક વ્યક્તિની એક વાર્તા હોય છે. લોકોની ખરી વાસ્તવિકતા જાણ્યા પહેલા તેનો ન્યાય કરશો નહીં. સત્ય તમને આશ્ચર્યચકિત કરી શકે છે. 
Well known, Don't judge a book by its cover બાય બાય..આવજો !

વાઈઝ લાઇન:

આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે?
કહ્યાં વગર સઘળું સમજે એવા સગપણ ક્યાં છે?
                                                   - Mashal