khissu

વાતાવરણ પલટાશે કેમ કે આજથી નક્ષત્ર બદલાયું, મગશરા વાય તો આદ્રામેં આય, આ નક્ષત્રમાં વરસાદને લઈને થશે કયાંક આવું

મગશરા વાય તો આદ્રામેં આય:- આજથી ગુજરાત રાજ્યમાં મૃગશીર્ષ નક્ષત્રનો પ્રારંભ થયો. હાથીના વાહન સાથે આજથી મૃગશીર્ષ નક્ષત્ર શરૂ થશે. આજે 6:56 મિનિટે સૂર્યનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રયાસ થશે. છેલ્લે રોહિણી નક્ષત્ર પૂર્ણ થયું છે. 

ગુજરાતમાં સૂર્યનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ આજે ગુરુવાર,૦૮/0૬/૨૦૨૩ના રોજ થશે. ૨૧/0૬/૨૦૨૩સુધી મૃગશીર્ષ નક્ષત્ર રહેશે. મૃગશીર્ષ નક્ષત્રનું વાહન હાથીના છે. મૃગશીર્ષ નક્ષત્રમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધારે રહે છે. છેલ્લે રોહિણી નક્ષત્ર પૂર્ણ થયું છે અને આવનાર નક્ષત્ર આદ્રા હશે.

મૃગશીર્ષ નક્ષત્ર વિશે શું કેહવાય છે ?
મૃગશીર્ષ નક્ષત્ર વિષે એવું કહેવાય છે કે મગશરા વાય તો આદ્રામેં આય, એટલે કે મગસરા નક્ષત્રમાં વરસાદ પડે, ગરમી બફારો થાય, તો તે પછીના આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ આવે. દક્ષિણ ગુજરાત સહિત દક્ષિણ સૌરાષ્ટ્રના અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદની સંભાવના રહેતી હોય છે. 

આજે કેરળમાં ચોમાસું સત્તાવાર જાહેર
છેલ્લા ઘણા દિવસોથી રાહ જોતા હતા તે રાહ આજે પૂર્ણ થઈ ગઈ છે અને હવામાન વિભાગે ઓફિસિયલી કેરળમાં આજે ચોમાસુ બેસાડી દીધું છે. જોકે બે દિવસથી વરસાદની એક્ટિવિટી દક્ષિણ ભારત એટલે કે કેરળ અને શ્રીલંકામાં જણાતી હતી જેમને કારણે આજે કેરળમાં ચોમાસાનું સત્તાવાર આગમન થયું છે.

ગુજરાતમાં ચોમાસુ ક્યારે પહોંચી જશે?
આજે હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યો, આ મેપમાં જાહેર કરવામાં આવેલ લાયનો મુજબ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં 15 જૂને પહોંચશે તેવું પ્રારંભિક અનુમાન જણાવવામાં આવ્યું છે. જોકે તે દિવસોમાં ઘણો ફેરફાર જોવા મળી શકે છે અને ચોમાસે મોડુ પહોચી શકે છે.