Top Stories
khissu

ખેડૂતનોની કસ્તુરીને લઈ સરકારનો સૌથી મોટો નિર્ણય

ખેડૂતોની કસ્તુરી ગણાતી ડુંગળી ને લઈ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છેે.  નિર્ણય અંતર્ગત 1લી જાન્યુઆરીથી લાખો ખેડૂતોને થશે ફાયદો. 


1) ખેડૂતો માટે મોટો નિર્ણય

2) કેન્દ્ર સરકારે કસ્તુરીને લઈને કર્યો નિર્ણય

3) 1લી જાન્યુઆરી થી થશે ફાયદો


ગઈ કાલે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે 1લી જાન્યુઆરી થી વિદેશમાં ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવશે, એટલે કે 1 તારીખથી ફરી ડુંગળી ને વિદેશમાં નિકાસ કરવાં માટે છુટ્ટી આપવામાં આવશે. 


કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ પહેલી જાન્યુઆરી 2021થી ડુંગળીનો નિકાસ વિદેશમાં કરવામાં આવશે, આ સમાચાર થતી સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. 


ચોમાસાની સિઝન દરમિયાન ડુંગળીના ભાવ ઊંચા જતા સરકારે નિકાસ બંધ કરી હતી ત્યાર બાદ ખેડૂતોને ઓછા ભાવ મળતા હતા પરંતુ હવે ફરી કેન્દ્ર સરકારે ફરી ડુંગળીને વિદેશમાં વિકાસ કરવા માટેની છૂટ આપી છે. જેથી આગામી દિવસોમાં ડુંગળીમાં ભાવમાં ફરી વધારો થાય તેવી આશા ખેડૂતો બંધાણી છે. 


છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવ સતત ઘટી રહ્યા હતા જેથી ધરતીપુત્રો પરેશાન હતા, જેમાં ભાવનગરના ખેડૂતોમાં વધારે ચિંતાનું મોજું હતું કેમ કે ભાવનગરમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન થાય છે. જોકે હવે ખેડૂતો માટે રાહતને સમાચાર મળ્યાં છે.


ખેડૂતો અને માર્કેટીંગ યાર્ડના ચેરમેનની છેલ્લા કેટલાક દિવસોથી માંગ હતી ડુંગળીના નિકાસ પરથી પ્રતિબંધ હટાવવામાં આવે, જે માટે ચેરમેને કૃષિ મંત્રી ને પત્ર પણ લખ્યા હતાં, જે માંગને સ્વીકારતા કેન્દ્ર સરકારે નિર્ણય જાહેર કર્યો છે અને ૧લી જાન્યુઆરી ૨૦૨૧ થી હવે ડુંગળીનો નીકાસ વિદેશમાં થશે.


સરકારનાં આ નિર્ણય થકી ફરી આગામી દિવસોમાં કસ્તુરીના ભાવો માં વધારો થશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે અને પોતાની આર્થિક નબળી સ્થિતિ માંથી ફરી પગભર થશે તેવી આશા લઈ ને બેઠાં છે.