khissu

પહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 60 ઓવર નો રમાયો હતો, જાણો વર્લ્ડ કપ વિશે આવા અદ્ભૂત ફૅક્ટ્સ.

ક્રિકેટ એક એવી રમત જેના પર ભારત માં બાળકો થી લઇ ને વુદ્ધો પણ દીવાના છે. જ્યારે પણ ભારત ( india ) ની મેચ હોય ત્યારે સ્ટેડિયમ હંમેશા ફૂલ જ હોય. પણ શું તમને ખબર છે કે સૌથી પેલા ક્રિકેટ ક્યાં દેશો વચ્ચે રમાઇ હતી? વનડે ક્રિકેટ ની શરૂઆત ક્યારે થઈ?  તો જાણીએ ક્રિકેટ વિશે અવનવી વાતો..

  • સૌથી પેહેલો વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ માં રમાયો હતો અને તેની દરેક મેચ 60-60 ઓવર ની હતી. જો મેચ કોઈ કારણ સર 1 દિવસ માં ના પૂરી થઈ તો બાકીની મેચ પછીના દિવસે રમાતી હતી.
  • ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી પહેલી હૈટ્રિક ભારત ના બોલર ચેતન શર્મા એ લીધી હતી.
  • એક બીજા નાં પાકા વિરોધી ગણાતા ભારત અને પાકિસ્તાન નો વર્લ્ડ કપ માં 7 વાર સામનો થઈ ચૂક્યો છે, મઝાની વાત એ છે કે ભારતે દર વખતે પાકિસ્તાન ને હરાવ્યું છે.
  • સૌથી વધારે વાર વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા પાસે છે. ઓસ્ટ્રેલિયા 5 વાર વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે.
  • ક્રિકેટ નાં ભગવાન સચિન તેંડુલકર પાસે વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવવનો રેકૉર્ડ છે. સચિને 5 વર્લ્ડ કપમાં 2278 રન બનાવ્યા છે.
  • વર્લ્ડ કપ માં સૌથી વધારે વાર મેન ઓફ ધ મેચ બનવાનો રેકૉર્ડ પણ સચિન તેંડુલકરના નામે છે. સચિન કુલ 8 વાર મેન ઓફ ધ મેચ બન્યા હતા.
  • સાઉથ આફ્રિકા નાં હર્ષલ ગિબ્સ એ એક ઓવર માં 6 સિકસ મારી હતી. ભારત તરફ થી યુવરાસિંહ પણ આવું કારનામું કરી ચૂક્યા છે પણ તે t-20 વર્લ્ડ કપ માં કર્યું હતું.
  • ભારત અત્યાર સુધી માં 2 વાર વર્લ્ડ કપ જીત્યું છે. 1983 માં વેસ્ટ ઇન્ડીઝ ને અને 2011 નાં શ્રીલંકા ને હરાવેલા.
  • એક વર્લ્ડ કપમાં સૌથી વધારે સદી મારવાનો રેકૉર્ડ ભારત ના ખેલાડી રોહિત શર્મા નાં નામે છે. રોહિત શર્માએ 2019 નાં વર્લ્ડ કપમાં 5 સદી મારી હતી.
  • વર્લ્ડ કપ નાં ઇતિહાસ માં સૌથી વધારે વિકેટ ઓસ્ટ્રેલિયા નાં ગ્લેન મેકગ્રા એ લીધી છે. મેકગ્રા નાં નામે 71 વિકેટ છે.