khissu

જેનો ભય હતો એજ થયું, મે મહિનામાં 80 વર્ષનો રેકૉર્ડ તોડશે ગરમી, અગન ગોળો બનશે ગુજરાત

રાજ્યમાં ગરમીનો પારો હજુ સતત વધી રહ્યો છે. ત્યારે ગરમીને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્વની આગાહી કરી છે. જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હજુ 2 થી 4 મે મહિનામાં પણ ગરમીનો પારો ઊંચો જ રહેશે. બીજી તરફ મતદાનના દિવસે પણ ભારે ગરમી પાડવાની આગાહી કરવાં આવી છે. આ સાથે ઉનાળાની ગરમી એ ગત એપ્રિલ મહિનામાં 80 વર્ષની સૌથી વધુ ગરમીનો રેકોર્ડ કર્યો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, હજુ પણ ભીષણ ગરમી જોવા મળશે.

2024 વર્ષ દરમિયાન સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ ગરમ જોવા મળ્યો છે. એપ્રિલ મહિનો સંપૂર્ણ ગરમ જોવા મળ્યો. 29 એપ્રિલના દિવસે એકદોકલ વિસ્તારમાં તાપામાન 45 ડિગ્રી કરતા વધુ જોવા મળ્યું હતું. 2, 3 અને 4 મે ના રોજ તાપમાન 41 થી 44 ડિગ્રી સુધીનુ રહેવાની શક્યતા છે. રાજકોટ , અમરેલી ,અમદાવાદ , નડિયાદ , કપડવંજ , ઈડર , ખેડબ્રહ્મા ,હિમતનગર અને કચ્છના અમુક વિસ્તારમાં 44 ડિગ્રીથી વધુ ગરમીની શક્યતા છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

મતદાનના દિવસે પણ હશે ગરમી મે મહિનામાં પણ વર્ષોના રેકોર્ડ તૂટે તેવી ગરમી પડવાની શક્યતા છે. મતદાનના દિવસે પણ ગુજરાતમાં ભીષણ ગરમીના શક્યતા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે. મતદાનના દિવસે એટલે કે 7 મી મેના રોજ પણ ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ગરમીનો અહેસાસ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 3 મે બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હિટવેવની અગાહી છે.