Top Stories
khissu

હવામાન વિભાગે પોતાની આગાહી બદલી: હવે આ તારીખે ધોધમાર વરસાદ પડશે, જાણો ક્યારે ચોમાંસુ ચાલુ?

ભારત દેશનાં તમામ ખેડૂતો કેરળમાં ચોમાસુ બેસવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે જાણીતી પ્રાઇવેટ વેધર કંપની સ્કાયમેટે (skymet) કેરળમાં ચોમાસુ પહોંચી ગયું હોવાની જાહેરાત કરી છે. જેથી દેશભરમાં ખુશીની માહોલ સર્જાયો હતો. પરંતુ ભારતીય હવામાન વિભાગ IMD એ એવી જાહેરાત કરી કે બધાને મૂંઝવણમાં મૂકી દીધા છે. હવામાનની નવી આગાહી મુજબ ચોમાસાનું આગમન 3 જૂન ની આસપાસ થશે.

ભારતીય હવામાન વિભાગે જાણકારી આપી હતી કે 3 જૂને ચોમાસુ કેરળમાં પહોંચી જશે. તે વાત અલગ છે કે ખાનગી હવામાન આગાહી કરનાર એજન્સી સ્કાયમેટે કહ્યું છે કે ચોમાસુ પહોંચી ગયું છે. અગાઉ IMD દ્વારા ચોમાસુ 31 મે નાં રોજ કેરળ પહોંચવાની આગાહી કરાઈ હતી. હવામાન વિભાગે કહ્યું હતું કે 1 જૂનથી દક્ષિણ-પશ્ચિમ પવનો ધીમે ધીમે જોર પકડી શકે છે જેના કારણે કેરળમાં વરસાદને લગતી ગતિવિધિમાં તેજી આવી શકે છે. આથી ચોમાસુ 3 જૂને કેરળ પહોંચશે તેવી સંભાવના છે.

ચોમાસુ બેસવા અને OFFICIAL તારીખ જાહેર કરવા માટેની શરતો શું છે?

કેટલો વરસાદ પડવો જોઈએ? : હાલ કેરલમા ૧૪ હવામાન કેન્દ્રો છે જો આ 14 હવામાન કેન્દ્રો પર સતત બે દિવસ સુધી 2.5 mm અથવા તેમનાથી વધુ વરસાદ પડે છે તો ચોમાસાની બીજાં દિવસે જાહેરાત કરવામાં આવે કે એક પરિબળ પૂર્ણ છે. જો કે હાલ કેરલનાં  આ 14 હવામાન કેન્દ્રો પર 60 ટકા જેટલો વરસાદ પડ્યો છે તો આ શરત પૂરી થઈ ગણાય. એટલે આ માપન તાજેતરમાં પૂર્ણ થયું છે પણ પાછળના બીજા ઘણા પરિબળો જોવા પડે.

OLR રેડિયેશન:- Outgoing Longwave Radiation જે જમીન પરથી આકાશમાં જતા હોય છે તે 200 nm હોવા જોઈએ. જો કે IMD વિભાગ આ માપન પણ પૂર્ણ કર્યું છે.

પવનની દિશા અને ઝડપ:- ચોમાસુ આવવાં માટે પવનની દિશા પશ્ચિમ દિશામાંથી હોવી જોઈએ, જેમનું માપન કેરળના 14 સેન્ટરો પર થતું હોઈ છે. જેમાં પવનની ઝડપ 15 થી 20 KT એટલે કે અંદાજે 35 KM ઝડપે પવન ફૂંકાવો જોઈએ. IMD ભારતીય હવામાન વિભાગની આ શરત પૂર્ણ થઇ નથી જેથી IMD વિભાગ અટવાય ગયું છે. અત્યારે જે પવનની ઝડપ હોવી જોઈએ તે કેરળમાં ઓછી છે. આ કારણથી ભારતીય હવામાન વિભાગે કેરળમાં ચોમાસુ જાહેર નથી કર્યું. પરંતુ ૩ જુને સુધીમાં આ શરત પૂર્ણ થઇ જશે પછી પાક્કી જાહેરાત કરવામાં આવશે.

ગુજરાતમાં ચોમાસુ ક્યારે આવશે?

કેરળમાં સામાન્ય રીતે ૩ જૂનથી ભારે વરસાદ સાથે ચોમાસુ બેસશે અને આ સાથે જ સમગ્ર દેશમાં વર્ષાઋતુની શરૂઆત થશે. હવામાન વિભાગે આ મહિનાની શરૂઆતમાં જ અનુમાન લગાવ્યું હતું કે કેરળમાં ચોમાસુ 31મે નાં રોજ ચોમાસાંનુ આગમન થઇ શકે છે જે મુજબ થયું છે. કેરળમાં વરસાદ આવ્યાનાં 15 દિવસમાં જ ગુજરાતમાં ચોમાસુ શરૂ થશે, એટલે કે 15 થી 20 તારીખ વચ્ચે ચોમાંસુ ચાલુ થઇ શકે છે. જયારે ગુજરાતમાં તારીખ 3 થી 6 જૂન ની વાત કરવામાં આવે તો આ દિવસો દરમિયાન રાજ્યમાં પ્રી ચોમાસુ એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનશે. અને છુટા છવાયા વિસ્તારમાં કડાકા ભડાકા અને  ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ જોવા મળશે.

આવનાર જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં કેવું રહેશે વાતાવરણ? : અત્યારે 1 થી 7 જૂન ની વાત કરવામાં આવે તો હજુ આગામી ત્રણ દિવસ એટલે 2 તારીખ સુધી રાજ્યમાં ક્યાંય ખાસ વરસાદ જોવા નહીં મળે તેવી શક્યતા છે. માત્ર દક્ષિણ ગુજરાતના બોર્ડર ના જિલ્લામાં અમુક જગ્યાએ વરસાદ પડી શકે બાકી બીજા વિસ્તાતમાં ખૂબ ઓછી શકયતા છે અને એકાદ બે જગ્યાએ પડી જાય તો પડી જાય વધારે શક્યાં નથી. ત્યાર બાદ તારીખ 3 થી 6 જૂન ની વાત કરવામાં આવે તો આ દિવસો દરમિયાન રાજ્યમાં પ્રી ચોમાસુ એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે ઝડપી બનશે. અને છુટા છવાયા વિસ્તારમાં કડાકા ભડાકા અને ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ પણ જોવા મળશે.

અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ (ટ્રફ - વાદળ નો ઘેરાવો) તૈયાર થઈ છે જેમને પગલે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદ ની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે.

જાણો જૂન મહિનામાં કઈ તારીખે ક્યાં આગાહી?

1) 1-2 તારીખે ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી માં હળવા થી ભારે વરસાદ ની આગાહી છે.

2) 2-3 તારીખે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી અને દમણ માં હળવાથી ભારે અને ગાજવીજ સાથે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

3) 3-4 તારીખે હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે અરવલ્લી, સાબરકાંઠા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લા માં વરસાદ આગાહી છે.

4) 4-5 તારીખે હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ અને ગાજવીજ સાથે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, આંનદ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી માં આગાહી કરવામાં આવી છે.

જોકે ભારતના કેરળ માં ચોમાસું ચાલુ થઈ ગયું છે અને ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. જોકે સત્તાવાર જાહેરાત હજી બાકી છે.