khissu

ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, જાણો આજે ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી

હાલ ઉનાળાનું તાપમાન પીક પર જોવા મળી રહ્યું છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક રાહતના સમાચાર આપ્યા છે. તેઓએ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે, ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આજે સવારે હવામાનમાં પલટો આવ્યો હતો. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે.

હવામાન વિભાગે 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે. આ સાથે ભેજનું પ્રમાણ વધતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની વકી જાહેર કરવામાં આવી છે. જોકે, 24 કલાક બાદ વાતાવરણ ફરીથી સુકૂં રહેવાનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હાલ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદી છાંટા થવાના છે. મધ્ય ગુજરાતમાં ભાગોમાં 28 અને 29 તારીખે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, મેં મહિનાની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટીવ વધી શકે છે. અખાત્રીજ આસપાસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા રહેશે.

તેમણે કહ્યું કે, અરબ દેશો દુબઈ ઓમાન વગેરે ભાગોમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ 29 એપ્રિલ આસપાસ આવશે. આ વખતે પણ ઓમન દુબઈમાં ભારે વરસાદ રહેશે, તેની અસરથી વેસ્ટન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન, અફઘાનિસ્તાન થઈને ભારત પર આવવાની શક્યતા રહેશે. અંબાલાલે જણાવ્યું હતું કે, 29 એપ્રિલ અને મેની શરૂઆતમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટીવ થવાની શક્યતા રહેશે.