Top Stories
khissu

અટકેલું ચોમાસું વધશે આગળ, હવે વાવણી ની નવી તારીખ લખી લો, જાણો કેટલો વરસાદ?

નમસ્કાર મીત્રો, છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી હોવા છતાં વરસાદ જોવા નથી મળી રહ્યો અને Official અપડેટ મુજબ ચોમાસું અડધા ગુજરાતને છોડી ભારતનાં દિલ્હી સુધી પહોંચી ગયુ છે એટલે કે ગુજરાતમાં ચોમાસું અટકી ગયુ છે પરંતુ હવે કેટલાંક મોડલો ના માધ્યમથી ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યાં છે કે આવતા એક-બે દિવસ માં મધ્ય પૂર્વ ગુજરાત લાગુ દક્ષિણ ગુજરાત ના વાતાવરણ માં થોડો સુધારો જોવા મળશે અને પછી 16, 17 જૂન થી થોડા ચોમાસા નાં પવનો દક્ષિણ ગુજરાત થી ફુકાવા ના શરુ થશે તેવી શક્યતા છે એટલે કે હવે ફરી વરસાદી માહોલ બનશે અને વાવણી લાયક વરસાદ પણ ગુજરાતમાં જોવા મળશે.

મોડેલો મુજબ હવે ગુજરાતના વાતાવરણમાં બદલાવ જોવા મળશે અને વરસાદ ની ગતિ-વિધિઓ ધીમે ધીમે વધશે 17 જૂન થી 21 જૂન વચ્ચે ઘણાબધા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડે એવી શક્યતાઓ દેખાય રહી છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ ૧૭થી ૨૦ જૂને ગુજરાતમાં ચોમાસુ પહોંચે છે તેવી આગાહી કરવામાં આવી હતી.

હવામાન વિભાગ દ્વારા આગમી દિવસોમાં મોટી આગાહી?
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યાર બાદ મધ્ય ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એંટ્રી બાદ વરસાદનું જોર ઘટયું હતું પરંતુ હવે ફરી હવામાન વિભાગ મોટી આગાહી કરવામાં આવી છે.

1) ગુજરાતમાં 16 થી 18 જૂન સુધીમાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

2) જ્યારે આગમી 5 દિવસ અમદાવાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

3) દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, અને સુરતમાં વરસાદ આગાહી.

4) સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં સામાન્ય વરસાદ જોવા મળશે.

5) ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી.

6) માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતનાં વાતાવરણમાં પલટો જોવા મળશે અને ચોમાસું ધીમે ધીમે આગળ વધશે.

કઈ તારીખે વાવણી થઈ શકે?
ગુજરાતના બાકી રહેલા વિસ્તારોમાં 17 તારીખથી વાવણી લાયક વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તેમજ પૂર્વ મધ્ય ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને ઝાપટાથી મધ્યમ-હળવો વરસાદ જોવા મળશે. 20 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે ગુજરાતના કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં ઝાપટાં સ્વરૂપે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરામાં ચોમાસું બેસી જશે અને વાવણી લાયક વરસાદ પણ જોવા મળશે. જોકે વાવણી લાયક વરસાદ માટે પરિબળો બનવા જરૂરી છે.

હવે ક્યારે ભારે વરસાદ થઈ શકે?
જ્યાં સુધી અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં કોઈ UAC - લો પ્રેશર કે મોટો ટ્રફ નાં બને ત્યાં સુધી મોટા વરસાદ માટે રાહ જોવી પડશે. જૂન મહિના ના ત્રીજા અઠવાડિયા માં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે જો એ સિસ્ટમ ગુજરાતને અસરકર્તા હશે તો ચોમાસાને વેગ મળશે અને પછી ભારે વાવણી લાયક વરસાદ જોવા મળશે. ત્યાં સુધી છૂટા છવાયા વિસ્તારોમાં સામાન્ય થી હળવો વરસાદ પડી શકે છે.

નોંધ:- અહીં ખેડૂત ભાઈઓને ખાસ જણાવવાનું કે હાલ કોઈ અરબી સમુદ્રમાં મોટી સિસ્ટમ બની નથી અથવા તો કોઈ મોટો ટ્રફ બન્યો નથી અને બંગાળની ખાડીમાં પણ કોઈ મોટી લો પ્રેશર સિસ્ટમ નથી એટલે ગુજરાતમાં સાર્વત્રિક વાવણી થાય એવી શક્યતા ઓછી છે પરંતુ જ્યાં વરસાદ પડશે ત્યાં વાવણીલાયક વરસાદ થઈ શકે છે છૂટોછવાયો વરસાદ ગુજરાતમાં જોવા મળશે.