khissu

ગુજરાત ના આ ખૂણે વસવાટ કરતા ગ્રામજનો ની વિચિત્ર પરંપરા, વરરાજા ની બેન વહુ સાથે લે છે સાત મંગળફેરા….

મિત્રો, ભારત જુદી જુદી પ્રણાલિકાઓ થી સભર દેશ છે. અહીંયા ઘણા ગામડા તથા શહેર છે, જ્યાં આજે પણ જૂની પરંપરાઓ ચાલતી આવે છે. એવી એક અનોખી પરંપરા ગુજરાત ના છોટાઉદેપુર ના આ ત્રણ ગામડામાં હાલમાં પણ ચાલુ છે. જે ત્રણ ગામડા સુરખેડા, નદાસા અને અંબલ છે. આ ગામડા આદિવાસી લોકોના ગામડા છે.

આ ગામડાઓમાં આજે પણ વરરાજા પોતાના લગ્નમાં જતા નથી અને તમને ભલે આ વાત અજુક્તિ લાગે, પણ તે સાચી છે. વરરાજાની બહેન દુલ્હન સાથે સાત ફેરા ફરે છે આ ગામડામાં વરરાજા વગર જ મંડપ નીચે ચોરીના ફેરા ફરવામાં આવે છે. વરરાજાની જગ્યાએ તેની બહેન જાન લઈને દુલ્હનના ઘરે જાય છે.

વરરાજા ની બેન પોતાની થનાર ભાભી સાથે આ વિવાહ ની તમામ વિધિ મા સામેલ થાય છે. વરરાજા ની બહેન દુલ્હન સાથે સાત ફેરા પણ ફરે છે. આ બાદ તે પોતાની ભાભી ને લઈ ને ઘરે આવે છે. ત્યારે તમે વિચારતા હશો કે વરરાજા શું કરે? આ લગ્ન મા વરરાજો શેરવાની પહેરે છે અને માથા પર સાફો બાંધે છે અને હાથ મા ખાંડું લઈને તૈયાર થઈને બેસે છે. પરંતુ તે પોતાના જ લગ્ન મા જતા નથી.

વરરાજા મંડપ મા જવાને બદલે પોતાની માતા સાથે ઘરે જ રહીને દુલ્હન ના આવવાની રાહ જુએ છે. જેમાં આપણે અહિયાં લગ્ન ની વિધિ જે વરરાજા સાથે કરવામા આવે છે તે ત્યાં તમામ વિધિ વરરાજા ની બહેન સાથે કરવામા આવે છે. એ લોકો એમની પરંપરાનું મહત્વપૂર્ણ રૂપે પાલન કરીને એમની પરંપરા ને માન આપીને જાળવી રાખે છે.