khissu

વાયરલ ઓડિયોની સચ્ચાઈ: શું ખરેખર 5G નેટવર્કના ટેસ્ટિંગના લીધે લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે? જાણો આ વાત કેટલી હદે સાચી?

ભારતમાં કોરોના વાયરસનાં કેસો સતત વધી રહ્યા છે જો કે થોડા સમયથી કોરોના કેસોમાં રાહત થઈ છે. કોરોના જેટલો વાયરસ થી નથી ફેલાતો તેના કરતાં વધુ તો અફવા થી ફેલાઈ છે. કોરોના સામેનાં યુદ્ધ માં સૌથી વધુ અડચણ રૂપ કોઈ મુદ્દો હોય તો તે અફવાઓ છે. કોરોના મહામારીના સમયમાં સોશિયલ મીડિયા પર અફવાઓ ઝડપથી ફેલાતી હોય છે. એવામાં એક ઓડિયો સામે આવી રહ્યા છે કે ભારતમાં હાલ જેટલા મૃત્યુ થઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ 5G નેટવર્કનું ટેસ્ટીગ છે અને તેને કોરોના નામ આપવામાં આવી રહ્યું છે. 

એક ઓડિયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે 5G નેટવર્કના ટેસ્ટીગની જાણકારી તમામ લોકોને આપવામાં આવી રહી છે ત્યારે લોકોના મૃત્યુ 5G ટેસ્ટીગથી થઈ રહ્યાં છે. જ્યારે આ ઓડિયોની તપાસ કરવામાં આવી ત્યારે આ ઓડિયો ખોટો સાબિત થયો છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર એક ઓડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યોમાં 5G નેટવર્ક નુ ટેસ્ટીગ થઈ રહ્યું છે તેના લીધે લોકાના મૃત્યુ થઈ રહ્યાં છે, જેને કોરોનાનું નામ અપાઈ રહ્યું છે. આવી ખોટી અફવાઓ ફેલાવનાર લોકો સામે ગુનો દાખલ થઈ શકે છે, તેથી જો તમને આવા વાયરલ મેસેજમાં આપવામાં આવેલી માહિતી સાચી છે કે ખોટી? તેની અંગેની ખાત્રી ન હોય તો આવા મેસેજ સોશિયલ મીડિયા પર શેર ન કરવા. આવી અફવાઓ અને ખોટા મેસેજોના કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાય છે.

આ પણ વાંચો: શું શ્વાસ રોકીને કોરોના ટેસ્ટ કરી શકાય? શું તમે પણ આ વાયરલ વિડીયોના ફોર્મુલા પર ભરોસો કર્યો છે? જાણો આ વાયરલ વિડીયોની સંપુર્ણ હકીકત

જો કે આ દાવો સંપૂર્ણ રીતે ખોટો સાબિત થયો છે અને આ ઓડિયો બોગસ હોવાનું જાણવા મળ્યું છે. કોરોના મહામારી જેવી વિકટ પરિસ્થિતીમાં આવી અફવાઓ અને ખોટા મેસેજ શેર કરીને લોકોની ચિંતામાં વધારો ન કરવો જોઈએ. 

આ પણ વાંચો: કોવેક્સીન અને કોવિશીલ્ડ વચ્ચે શું તફાવત? કઈ રસી વધુ અસરકારક? જાણો બન્ને રસીની સંપુર્ણ માહિતી

ઓડિયો માં શું વાત થઈ તે વિગતવાર જાણીએ તો કોઈ વ્યક્તિ કોરોના થી થઈ રહેલા મૃત્યુ પર વાત કરતો હોય છે કે રાજ્યોમાં થઈ રહેલા લોકોનાં મૃત્યુ 5G નેટવર્કનાં ટેસ્ટીગ નાં કારણે થઈ રહ્યા છે, જેને કોરોનાનું નામ આપવામાં આવ્યું છે. રાજ્યોમાં 5G નેટવર્કનાં ટેસ્ટીગ થવાથી લોકોના ગળા સુકાઈ રહ્યા છે. આ વ્યક્તિએ એવો પણ દાવો કર્યો છે કે જ્યારે 5G નેટવર્કનું ટેસ્ટીગ પુર્ણ થઈ જશે ત્યારે લોકોના મૃત્યુ પણ ઓછા થઈ જશે. પરંતુ હકીકત એ છે કે કોરોના થી થઈ રહેલા મૃત્યુ અને 5G નેટવર્ક નાં ટેસ્ટીગને કોઈ સંબંધ નથી. લોકોના મુત્યુ 5G નેટવર્કનાં ટેસ્ટીગને લીધે થયા હોય તેવો વૈજ્ઞાનિક દાવો કોઈપણ જગ્યાએ કરવામાં આવ્યો નથી. એટલે તમને આગ્રહ કરીએ છીએ કે આવા વાયરલ મેસેજ કોઈપણ જગ્યાએ ફોરવર્ડ ન કરો. આવી અફવાઓ થી બચો અને કોરોના સામેનાં યુદ્ધ માં જોડાવ.

આવી વધારે માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો. આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.