khissu

કોવેક્સીન અને કોવિશીલ્ડ વચ્ચે શું તફાવત? કઈ રસી વધુ અસરકારક? જાણો બન્ને રસીની સંપુર્ણ માહિતી

ભારતે જાન્યુઆરી મહીનામાં કોવિડ 19 મહામારી સામે રસીકરણ અભિયાન ની શરૂઆત કરી હતી. ટ્રાયલ બાદ બંને વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન ને મંજુરી આપવામાં આવી હતી.સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા એ કોવિશીલ્ડ અને ભારત બાયોટેક એ કોવેક્સિન ને મંજુરી આપી હતી. બંને રસી સલામત છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization- WHO) ના ધાર્યા કરતા વધુ અસરકારક છે. કોવિશીલ્ડ અને કોવેક્સીન બન્નેમાં શું અંતર છે અને કંઈ રસી વધુ ફાયદાકારક છે તે સમજીએ. 

બંને રસી કંઈ રીતે કામ છે?
કોવેક્સીન રસી એ નિષ્ક્રિય રસી છે અને જેમાંથી આ રસી બનાવવામાં આવે છે તેમાં ડેડ કોરોના વાયરસ છે. જેમની માટે ભારત બાયોટેક એ પુના ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (National Institute of Virology- NIV) માં એક કોરોના વાયરસના સેમ્પલ નો ઉપયોગ કર્યો. જ્યારે આ રસી લગાવવામાં આવે છે ત્યારે રોગપ્રતિકાર કોષો મરેલા વાયરસ ને ઓળખે છે અને તેમની વિરુદ્ધ એન્ટીબોડી બનાવવાનું શરૂ કરી દે છે. રસીના બે ડોઝ ચાર અઠવાડિયા ની વચ્ચે આપવામાં આવે છે. કોવેક્સીન ને 2 થી 8 ડિગ્રી તાપમાને સ્ટોર કરવામાં આવે છે.

કોવિશીલ્ડ ને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેન્કા એ મળીને બનાવી છે. જેને ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (Serum Institute of India) તૈયાર કરી રહી છે. આ રસીને મોડીફાઈ કરી કોરોના જેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે, પરંતુ આનાથી બીમારી વધતી નથી. જ્યારે આ રસી લેવામાં આવે છે ત્યારે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને કોરોના વાયરસ સામે લડવા તૈયાર થઈ જાય છે. કોવિશીલ્ડ વેક્સિન ના બે ડોઝ ચાર અથવા બાર અઠવાડિયા ની વચ્ચે આપવામાં આવે છે. આ રસીને પણ 2 થી 8 ડિગ્રી તાપમાને સ્ટોર કરવામાં આવે છે.

આ વેક્સિન કેટલી અસરદાર છે? 
ભારત બાયોટેક એ 3 માર્ચના રોજ પરિણામો જાહેર કરવામાં કરવામાં આવયા હતા કે કોવેક્સીન 81% અસરદાર છે અને ટ્રાયલ દરમિયાન તેની કોઈ આડઅસર જોવા મળી નહોતી. જ્યારે ઓક્સફર્ડ એસ્ટ્રાજેન્કા ના ઇન્ટરનેશનલ ટ્રાયલ કોવિશીલ્ડ 90% સુધી અસરકારક રહી હતી. આ જાણકારી ત્યારે મળી જ્યારે લોકોને અડધો ડોઝ પહેલા અને ફૂલ ડોઝ આપી દેવામાં આવ્યા હતા. 

કંઈ રસી સૌથી વધુ અસરકારક છે? 
લેન્સેટ એ જણાવ્યું હતું કે કોવેક્સીન બે રીતના બૂસ્ટર ઉપયોગ કરે છે. એવામાં SARA - CoV -2 રસી કરતા વધુ સારી સાબિત થઈ છે. ચીનની બે કંપનીઓ એ આવી વેક્સિન બનાવી હતી, પરંતુ તેમાં એક જ બૂસ્ટર ડોઝ હતો. જો કે કોવેક્સીન ની બરાબરી કોવિશીલ્ડ સાથે નથી કરી શકાતી કારણ કે બંને અલગ અલગ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. કંઈ વેક્સિન વધુ સારી છે તે રોગપ્રતિકાર શકિત ના લાંબા રિસર્ચ પછી જ ખબર પડશે.

શું પહેલો ડોઝ કોવેક્સીનનો અને બીજો ડોઝ કોવિશીલ્ડ નો લઈ શકાય? 
જો તમે એવું વિચારી રહ્યા છો કે એક ડોઝ કોવેક્સીન નો અને બીજો ડોઝ કોવિશીલ્ડ નો લઈ શકાય તો તમને જણાવી દઈએ કે ભૂલ થી પણ આવું ન કરતા કારણ કે બંને રસી અલગ અલગ છે અને બંનેની અસર શરીર માં પણ જુદી જુદી છે. એટલા માટે રસીકરણ વખતે તમારે બંને ડોઝ એક જ રસીના લેવા જોઇએ. કોઈ વ્યક્તિ બન્ને ડોઝ અલગ અલગ રસીના ન લઈ લે તે માટે જ CoWIN પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કોને કંઈ રસી આપવામાં આવી છે તેની સંપૂર્ણ જાણકારી રહે છે.