Top Stories
khissu

આ બેંકો આપી રહી છે અધધ 8 ટકાથી પણ વધારે વ્યાજ, દિવાળી પહેલાં રોકાણ કરી જ નાખો

FD Rates:  આજે પણ દેશમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. અમે તમને ટોચના વ્યાજ દરો ઓફર કરતી બેંકો વિશે જણાવી રહ્યા છીએ.

જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ છે અને તમે મહત્તમ વ્યાજ દર સાથે FD સ્કીમ શોધી રહ્યા છો, તો અમે તમને એવી બેંકો વિશે જણાવી રહ્યા છીએ જે વરિષ્ઠ નાગરિકોને 1 થી 3 વર્ષની FD પર 8.50 ટકા સુધીનો વ્યાજ દર ઓફર કરે છે.

બંધન બેંક વરિષ્ઠ નાગરિકોને 500 દિવસ એટલે કે 1 વર્ષ, 4 મહિના અને 11 દિવસની FD પર 8.35 ટકાના મજબૂત વ્યાજ દર ઓફર કરી રહી છે.

IndusInd બેંક વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને 1 વર્ષ 6 મહિનાથી 1 વર્ષ 7 મહિનાની FD સ્કીમ પર મહત્તમ 8.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

DCB બેંક વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને 25 મહિનાથી 26 મહિના અને પછી 37 મહિનાથી 38 મહિના માટે FD સ્કીમ પર 8.50 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

બેંક ઓફ બરોડા વરિષ્ઠ નાગરિકોને 2 થી 3 વર્ષની FD સ્કીમ પર 7.75 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

RBL બેંક 24 થી 36 મહિનાની મુદત માટે FD સ્કીમ પર વરિષ્ઠ નાગરિકોને 8 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.