Top Stories
khissu

આ ક્રિપ્ટોકરન્સીએ લોકોને માત્ર 24 કલાકમાં બનાવી દીધા કરોડપતિ

છેલ્લા થોડા વર્ષોથી ડિજિટલ કરન્સી એટલે કે ક્રિપ્ટોકરન્સીએ માર્કેટમાં ધૂમ મચાવી છે. ઘણી ક્રિપ્ટોકરન્સી એવી છે જેમણે લોકોને માલામાલ કરી દીધા છે. જો કે આપણ ક્રિપ્ટોકરન્સીના વાત આવે એટલે સૌ પ્રથમ બિટકોઈન જ સામે આવે. પરંતુ એવુ નથી બીજી પણ કરન્સી છે જેમા મોટા પાયે લોકો રોકાણ કરી રહ્યા છે.

હાલમાં ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઉથલપાથલ ચાલી રહી છે, ક્રિપ્ટોકરન્સી ડાઉનટ્રેન્ડમાં છે પરંતુ કેટલીક કરન્સી સારી વળતર આપી રહી છે. અહીં અમે તમને એક એવી ક્રિપ્ટો કરન્સી વિશે જણાવીશું જેમણે રોકાણકારોને 24 કલાકમાં લાખપતિ બનાવી દીધા.

આનું નામ છે શિબા ઇનુ (Alien Shiba Inu-ASHIB), જે કૂતરાની જાતિના નામ પરથી રાખવામાં આવ્યું છે, તેણે લોકોને હાઈ રિટર્ન આપ્યું છે. શિબા ઈનુની કિંમતમાં એક દિવસમાં 1900 ટકાનો વધારો થયો છે. એટલે કે, જો કોઈ વ્યક્તિ 1 દિવસમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તે એક દિવસમાં વધીને 20 લાખ રૂપિયા થઈ ગયા. શિબા ઇનુ કરન્સી 9મી જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યે 0.0075 ડોલર પર ટ્રેડ કરી રહી હતી. CoinmarketCap વેબસાઇટ અનુસાર શીબા ઈનુ એ મહત્તમ 10 કરોડ સિક્કાની સપ્લાઈ કરી છે.

શું તમારે રોકાણ કરવું જોઈએ?
જો તમે શિબા ઇનુમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો સમજી વિચારીને કરો. તેના વિશે માર્કેટમાં બહુ ઓછી માહિતી છે અને તે માર્કેટ કેપની દ્રષ્ટિએ 3356માં ક્રમે છે. કોઈપણ ક્રિપ્ટોકરન્સી નિષ્ણાત આ રેન્કના કોઈનમાં રોકાણ કરવાની ભલામણ કરશે નહીં. તે લોકપ્રિય ક્રિપ્ટો એક્સચેન્જો પર પણ ઉપલબ્ધ નથી, પરંતુ જો તમે તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા નિષ્ણાતોની સલાહ અવશ્ય લો.