khissu

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે, તમે પણ શીખ લેજો

ઘણા લોકો તો એક નાના જીવજંતુ થી પણ ડરતા હોય છે. શેરીઓમાં કુતરાઓના રાજ તો તમે જોયા જ હશે. અમુક શેરીઓમાં તો કુતરથી સાવધાન રહેવાના બોર્ડ પણ લગાવેલા હોય છે. પણ આજે આ વિડિઓ જોઈ તમે ચોંકી જશો કે કેવો નાનો બાળક કુતરાઓ સામે લડી રહ્યો છે.

સોશિઅલ મીડિયામાં ફરતો આ વિડિઓ ખુબજ વાયરલ થઈ રહ્યો છે. વિડિઓ માં એક બાળક નીડરતાથી શેરીઓના કુતરાનો સામનો કરતા જોવા મળી રહ્યો છે.

વાત એમ છે કે બે બાળકો એક શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા એવામાં કુતરાઓનું ટોળું તેના પર ત્રાટક્યું. બંને બાળકો ડરી ગયા અને એક બાળકી તો ત્યાથી ભાગી ગઈ પરંતુ એક બાળક ડરયા વગર કુતરાઓ સામે લડતો નજરે આવે છે. ચારેબાજુ થી કુતરાઓ આવી જાય છે છતાં તે ડરતો નથી.

આ વીડિયોને ભારતીય વન સેવાના અધિકારી પ્રવીણ અંગુસ્વામી એ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં શેયર કર્યો છે. આ વિડિઓ ખુબજ વાયરલ થયો છે.