khissu

આજના (15/12/2021, બુધવારના) બજાર ભાવો, જાણો તમારા પાકનો ભાવ, ભાવ જાણી વેચાણ કરો...

આજ તારીખ 15/12/2021, બુધવારના જામનગર, રાજકોટ અને મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. 

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવ બે તરફી અથડાય રહ્યા છે. મગફળીમાં હાલ વેચવાલી એકદમ ઓછી છે અને આગામી દિવસોમાં હવે તબક્કાવાર ઘટાડો થાય તેવી ધારણાં છે. સરકારી ખરીદીમા પણ કંઈ દમ નથી અને કુલ ખરીદી હજી ૫૦ હજાર ટને પણ ન પહોંચી હોવાનાં આંકડાઓ બિનસત્તાવાર રીતે આવી રહ્યાં છે. આગામી દિવસોમાં સીંગતેલ કે ખોળનાં ભાવ વધુ તુટશે તો પણ મગફળીમાં બહુ ઘટાડો થાય તેવી સંભાવનાં નથી. 

વેપારીઓ કહે છેકે આ વર્ષે ઉનાળુ વાવેતર પણ જબ્બર થાય તેવીસંભાવના છે. ખેડૂતોને મગફળી અને ગવારમાં સારા ભાવ મળ્યાં હોવાથી ઉનાળે તેનું વાવેતર વધી શકે છે. ગોંડલમાં મગફળીની આવકો આજે બુધવારે કેટલી ગુણીની થાય છે તેનાં ઉપર આધાર છે. જાણકારો કહે છેકે એકથી સવા લાખ ગુણી આસપાસ જ થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

વૈશ્વિક ઘઉં બજારમાં ફરી મંદી આવી છે અને ભાવ નવા વર્ષની ૮.૨૫ ડોલર જેવી ઊંચી સપાટીથી અડધો ડોલર જેવા તુટી ગયાં છે. વૈશ્વિક મંદીને પગલે ઘરઆંગણે પણ ઘઉંનાં ભાવમાં છેલ્લા બે દિવસમાં ક્વિન્ટલે રૂ. ૫૦ જેવો ઘટાડો થયો છે. ઘઉંનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ઘઉંની બજારમાં છેલ્લા બે દિવસથી તરેહ તરેહની અફવા ચાલી રહી છે. ઘઉંનાં નિકાસ ઉપર નિયંત્રણો આવશે તેવી પણ વાતો ચાલી રહી છે. બીજી તરફ પોર્ટ ઉપર હાલ વેસેલ્સની તંગી છે અને કન્ટેઈનર પણ મળતા ન હોવાથી મોટા ભાગની કંપનીઓએ નવી ખરીદી પણ હાલ પૂરતી બંધ કરી છે, જેને પગલે ઘઉંનાં ભાવમાં બે દિવસમાં ક્વિન્ટલે રૂ. ૫૦ નીકળી ગયા છે. જો નિકાસકારોની લેવાલી નીકળશે નહીં તો ભાવમાં વધુ આટલો જ ઘટાડો થાય તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે.

રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી 

1451

1790

ઘઉં લોકવન 

400

436

ઘઉં ટુકડા 

412

469

જુવાર સફેદ 

345

595

બાજરી 

385

411

તુવેર 

980

1249

ચણા પીળા 

711

970

અડદ 

930

1500

મગ 

1100

1449

વાલ દેશી 

725

1230

ચોળી 

850

1385

કળથી 

750

970

એરંડા 

1181

1218

અજમો 

1250

2080

સુવા 

850

1105

કાળા તલ 

1940

2471

ધાણા 

1300

1716

જીરું 

2800

3100

ઇસબગુલ 

1650

2250 

આ પણ વાંચો:  Top6 કૃષિ માહિતી/ ૧૦મો હપ્તો, ૪૦૦૦ સહાય, કપાસ ભાવ વધારો? આગાહી? આજની બજાર હલચલ....

ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ 

1111

1781

ઘઉં 

400

456

જીરું 

2200

3051

એરંડા 

1150

1211

તલ 

1900

2201

ચણા 

631

916

મગફળી ઝીણી 

810

1221

મગફળી જાડી 

780

1171

ડુંગળી 

101

471

સોયાબીન 

1000

1296

ધાણા 

1100

1601

તુવેર 

811

1191

મગ 

826

1461

ઘઉં ટુકડા 

406

416

શીંગ ફાડા 

951

1356 

 

જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1300

1755

ઘઉં 

380

434

જીરું 

2100

3075

એરંડા 

1100

1214

બાજરો 

300

419

મગફળી ઝીણી 

1000

1200

મગફળી જાડી 

950

1050

લસણ 

160

540

અજમો 

1400

4200

અડદ 

400

1505 

 

મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1451

1171

ઘઉં 

398

432

જીરું 

2220

3070

તલ 

1500

2208

બાજરી

355

445

ચણા 

565

955

મગફળી ઝીણી 

750

1258

તલ કાળા  

1390

2548

અડદ 

401

1451

મગ

570

1130