1) 10 મો હપ્તો ક્યારે મળશે?
કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ 15 ડિસેમ્બર પછી ખેડૂતોને 2000 રૂપિયા નો 10 હપ્તો મળી શકે છે. જોકે December થી માર્ચ સુધીમાં ગમે ત્યારે હપ્તો તમારા ખાતામાં જમા થતો હોય છે. રાજ્ય સરકારે મજૂરી આપી દીધી છે, હવે કેન્દ્ર સરકાર મજૂરી આપે તેમની રાહ જોવાઈ રહી છે.
2) 4000 સહાય ક્યારે?
PM કિસાન યોજના હેઠળ ખેડૂતો 10મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ યોજનાના 9 હપ્તા ખેડૂતોના ખાતામાં આવી ગયા છે, ત્યારે સરકારે 10મો હપ્તો જાહેર કરવાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. જો તમે પણ PM કિસાનના લાભાર્થી છો, તો તમે નવી યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો. સરકાર 9 અને 10મો હપ્તો એક સાથે આપવાની વિચારણા કરી રહી છે. તો તે મુજબ 4000 રૂપિયા મળી શકે છે
4) હવામાન વિભાગની માહિતી
હવામાન વિભાગની આગાહીના મતે આગામી 10 ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ છે. કચ્છના નલિયાનું સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા ચારેક દિવસથી વાતાવરણમાં પલટો આવવાથી વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
મગફળીમાં વેચવાલીનાં અભાવે સોમવારે મગફળીના ભાવમાં મણે રૂ.10થી 20નો સુધારો થયો હતો. ગોંડલ અને રાજકોટમાં જ્યારે આવકો શરૂ કરવામા આવે ત્યારે આવકોમાં વધારો થાય છે તે સિવાયનાં સેન્ટરમાં મગફળીની આવકો ઘટવા લાગી છે. ઉત્તર ગુજરાતમાં દશેક દિવસમાં આવકો સાવ ઘટી જાય તેવી ધારણાં છે. હાલ ડીસા-હિંમતનગર જેવા સેન્ટરોમાં મગફળીની 10 હજાર ગુણી ઉપરની આવક છે, જે આગામી દિવસોમાં ઘટી જશે.