આજે કપાસના ભાવમાં જોરદાર વધારો, જાણો તમારી માર્કેટ યાર્ડમાં કેટલા ભાવ બોલાયા ?

આજે કપાસના ભાવમાં જોરદાર વધારો, જાણો તમારી માર્કેટ યાર્ડમાં કેટલા ભાવ બોલાયા ?

પહેલા ગુજરાતની જ વાત કરીએ તો ખરીફ વાવેતરમાં કપાસ વાવેતરનું સ્થાન હંમેશા ટોચ પર હોય છે. ગુજરાતનાં લગભગ વિસ્તારમાં કપાસનું વાવેતર થાય છે. ૨૦૨૧-૨૨નાં વર્ષમાં કપાસે ઐતિહાસીક ભાવ સપાટી બતાવ્યા પછી છેલ્લા બે વર્ષ દરમિયાન સતત કોટન વાવેતર અપ રહ્યું છે.

૨૦૨૨-૨૩માં કપાસ સુપર ક્વોલિટી સાથે ઉતારામાં મણિકા પણ અદકા આપ્યા, પણ ખેડૂતોની ધારણા મુજબ ભાવ મળ્યા નહીં, છતાં ૨૦૨૩-૨૪માં ખેડૂતોએ પાછલા વર્ષોની તુલનાએ ટોચનું એટલે કે ૨૫.૫૦ લાખ હેકટરમાં 
વાવેતર કર્યું હતું.

આ વર્ષે કુદરતે ઉત્પાદનમાં માર અને બજારે અપુરતા ભાવ આપ્યા હોવાથી, કપાસ વાવેતરથી દૂર ખસવાની 
વાતો ખેડૂતોનાં મોઢે સાંભળવા મળે છે. ખેડૂતોની 
માનસીકતાં પરથી એક વાત સ્પષ્ટ થઇ રહી છે કે આગામી ખરીફ સિઝનમાં કપાસનું વાવેતર ઘટવા તરફની રૂખ બતાવે તો નવાઇ પામવા જેવું નથી.

આપણા ખેડૂતોની જેમ અમેરિકા અને ચાઇનાનાં ખેડૂતો પણ કપાસ વાવેતરથી  વિમુખ થવાનાં રિપોર્ટ મળી રહ્યાં છે. યાદ રહે અમેરિકા અને ચાઇનામાં આપણા કરતાં બે-ત્રણ મહિના વહેલું એટલે કે માર્ચ મહિનાથી કપાસનું વાવેતર શરૂ થતું હોય છે.

આપણા દેશની વાત કરીએ તો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસનાં ખેડૂતો ગુલાબી ઇયળથી ગળે આવી ગયા છે. તેથી આ રાજ્યોમાં કપાસ વાવેતર ઘટી શકે છે.

તા. 05/01/2024, શુક્રવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ12101515
અમરેલી9901444
સાવરકુંડલા12001470
જસદણ11001425
બોટાદ12151510
મહુવા11251401
ગોંડલ10001451
કાલાવડ11001440
જામજોધપુર12251476
ભાવનગર12001417
જામનગર10001500
બાબરા11751490
જેતપુર11801501
વાંકાનેર11501470
મોરબી12251491
રાજુલા9001430
હળવદ12511470
વિસાવદર11341456
તળાજા11001426
બગસરા10501500
જુનાગઢ11001336
ઉપલેટા12001465
માણાવદર11501560
ધોરાજી10961431
વિછીયા12751466
ભેંસાણ12001515
ધારી10101453
લાલપુર13601500
ખંભાળિયા13401448
ધ્રોલ11051474
પાલીતાણા11101420
હારીજ12801450
ધનસૂરા12001411
વિસનગર12001461
વિજાપુર11501467
કુકરવાડા12501443
ગોજારીયા13251440
હિંમતનગર13111466
માણસા11001447
કડી12211442
મોડાસા13001340
પાટણ12051460
થરા13801430
તલોદ13401440
સિધ્ધપુર11001478
ડોળાસા11051450
વડાલી13851503
ટિંટોઇ12501422
દીયોદર13501400
બેચરાજી12001400
ગઢડા12501428
ઢસા12401405
કપડવંજ7001000
અંજાર13601468
ધંધુકા12301461
વીરમગામ8501417
જાદર14001445
ચાણસ્મા12001368
ભીલડી12601381
ખેડબ્રહ્મા13021440
ઉનાવા12011457
શિહોરી13401385
લાખાણી13111351
ઇકબાલગઢ11001417
સતલાસણા12511391
આંબલિયાસણ13001391