khissu

અગિયારીમાં વાવણી પાક્કી! જાણો સાર્વત્રિક વરસાદ ક્યારે? આગાહી

Gujarat Weather: નમસ્કાર ગુજરાત, આજે 18 જૂન 2024 અને મંગળવાર છે. આજે ચોમાસુ થોડું વધારે સક્રિય થશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લામાં હળવા ઝાપટા ની શરૂઆત થશે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ,જૂનાગઢ, મોરબી, બોટાદ લાગુ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે.

જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદના કેટલાક વિસ્તારો સાથે ખેડા, આણંદ અને પંચમહાલ લાગુ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે.

ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, દાહોદ, ગોધરા વગેરે જેવા સ્થળોએ વરસાદ આવવાની આગાહી છે.

Bhim agiyaresh: આજે ભીમ અગિયારસ છે. અને અગિયારસના દિવસે વરસાદ પડે, વાવણી થાય તો તે વર્ષ સારું રહે તેવું કહેવામાં આવે છે. આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે અગિયારસનો વરસાદ જોવા મળશે.

ગુજરાતમાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે. કેમકે હાલમાં કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી જેમને કારણે એક સાથે સંપૂર્ણ ગુજરાતમાં વાવણી લાયક જોરદાર વરસાદ થઈ છે.

પરંતુ ચોમાસાનો માહોલ અને વાતાવરણનો ભેજ વધારે હોવાથી ઝાપટા અને અમુક વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે.

જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગની સાત દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે 20મી જૂન સુધીમાં ચોમાસું વધારે આગળ વધશે અને ગુજરાતના બીજા ભાગોમાં વરસાદ પડશે.

જોકે હવામાન વિભાગની ઓફિસિયલી વેબસાઈટ અનુસાર દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પહોંચી ગયું છે પરંતુ ત્યાંથી આગળ વધ્યું નથી ત્યાં થંભી ગયું છે.

હવે ફરીથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય થતા અને વાતાવરણમાં પલટો આવતા ચોમાસુ ધીમી ગતિએ આગળ વધશે.

નોંધ:- આ અમારું અંગત વેધરની વેબસાઈટનું સાર અનુમાન છે જેમાં ફેરફાર હોય શકે છે ઓફિસિયલી હવામાન વિભાગની આગાહીને અનુસારવી.