khissu

સાવધાન ગુજરાત / આજથી નવો વરસાદ રાઉંડ શરૂ, જાણો ક્યાં ક્યાં જીલ્લામાં ભૂક્કો બોલાવશે સિસ્ટમ, કેટલાં ઇંચ વરસાદ?

નમસ્કાર ગુજરાત, બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને આવેલું લો-પ્રેશર આજે 16 તારીખ અને શનિવારની સાંજની પાંચ વાગ્યા પછીની અપડેટ પ્રમાણે મધ્ય પ્રદેશ ઉપર પહોંચી ગયુ છે. લો પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

સિસ્ટમ ધાર્યા કરતા ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે અને પશ્ચિમ દિશામાં વધારે આગળ નહિ વધે અને ઉત્તર દિશામાં આગળ વધી રહી છે. જેમને કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ થોડો મોડો પહોંચી શકે છે. આજે દક્ષિણ ગુજરાતની અંદર છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, તાપી, દાહોદ, જિલ્લામાં સારા વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

આજે રાત્રિ થી વરસાદ વિસ્તારમાં વધારો થશે.
16 સાંજે અને 17 તારીખે છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, દાહોદ, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, આણંદ, ખેડા, અમદાવાદ, મહીસાગર, અરવલ્લી જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ જિલ્લામાં પાંચથી લઇને ૧૦ ઈંચ વરસાદ વરસી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાત ના સુરત, નવસારી, વલસાડ અને ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ જિલ્લામાં પણ સારા અને કોઈ કોઈ જગ્યા એ ભારે વરસાદ ની શક્યતા રહશે.

ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્ર લાગુ પૂર્વ સૌરાષ્ટ્ર અને કચ્છ એટલે કે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, મોરબી, કચ્છ માં સારા વરસાદ ની શકયતા રહે અને કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ આવી શકે. જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાંગઢ, અમરેલી, ગીર સોમનાથ માં પણ સારા વરસાદ ની હજુ શકયતા છે ખરી. આગળ વધી ને સિસ્ટમ ફરી પશ્ચિમ બાજુ ટર્ન લેશે અને એવું થશે તો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માં પણ ભારે વરસાદ ની શક્યતા રહેશે.

સિસ્ટમની અસર ગુજરાતમાં ઓછા ઓછા પ્રમાણમાં 21 તારીખ સુધી જોવા મળશે. ત્યાર પછી પણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ 26 તારીખ સુધી રહેશે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાણીની અછત છે ત્યાં ફરી પાણી છલકાય આવે તેવા વરસાદની પણ સંભાવના જણાય રહી છે.