ખૂશખબર! સોનાના ભાવમાં બોલ્યો 7500 રૂપિયાનો કડાકો, ખરીદી કરવાનો સુંદર મોકો

ખૂશખબર! સોનાના ભાવમાં બોલ્યો 7500 રૂપિયાનો કડાકો, ખરીદી કરવાનો સુંદર મોકો

આજે સોનામાં ભળી સુગંધ કેમ કે સોનાના ભાવમાં થયો જબરો ઘટાડો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના ભાવના સ્તર ઘટ્યા. એવું જાણવા મળ્યું છે કે MCX પર સોનું 0.49 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. તો ચાલો આ ખૂશખબરને સવિસ્તાર જાણીએ..

સોના-ચાંદીના ભાવ
એપ્રિલ ડિલિવરી માટે સોનાની કિંમત આજે 0.49 ટકા ઘટીને રૂ. 48,715 પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, ચાંદી આજના કારોબારમાં 1.10 ટકાના ઘટાડા સાથે રૂ. 62,568 પ્રતિ કિલોગ્રામના સ્તર પર કારોબાર કરી રહી છે.

સોનું 7,500 રૂપિયા થયું સસ્તું 
ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. આજે, એપ્રિલ વાયદા MCX પર સોનું રૂ. 48,715 પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, એટલે કે તે હજુ પણ લગભગ રૂ. 7,500 સસ્તું મળી રહ્યું છે.

આ રીતે જાણો સોનાનો ભાવ 
જો તમારે સોનાનો ભાવ જાણવો હોય તો હવે તમે ઘરે બેઠા જ સરળતાથી તેને જાણી શકો છો. આ રેટ જાણવા માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકશો.

આ રીતે ચકાસો સોનાની શુદ્ધતા 
હાલમાં, સોનાની શુદ્ધતા તપાસવા માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. જેનું નામ છે 'BIS કેર એપ'. આ એપ વડે ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ ચકાસી શકો છો એટલું જ નહિ, પરંતુ તમે તેને લગતી કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. જો આ એપમાં સામાનનું લાઇસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે. આ એપ દ્વારા જો તમે ફરિયાદ નોંધાવો છો તો તેની માહિતી તમને તરત જ મળશે.