khissu

કાગડોળે વરસાદની રાહ જોતા જોઈ લો નવી આગાહી, આખા સપ્ટેમ્બર મહિનાની વરસાદની આગાહી

ગુજરાતના ખેડૂત ભાઈઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કેમકે હાલમાં ભારે ગરમી અને તડકો પડવાને કારણે ખેતી પાકોમાં પિયત આપવાની ઘણી જરૂર પડી છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે જાણીશું કે આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદની શું આગાહી છે.

ગુજરાતના લોકપ્રિય ખગોળશાસ્ત્રી પરેશ ગોસ્વામીની સપ્ટેમ્બર મહિનામાં વરસાદ આગાહી? (paresh gowswamini agahi september month)
ખગોળશાસ્ત્રી પરેશ ગોસ્વામી ચોમાસુ શરૂ થાય તે પહેલા ચોમાસાના ચાર મહિના દરમિયાન વરસાદની આગાહી અગાઉથી કરી દેય છે. જે આગાહી પ્રમાણે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં એટલે કે 1-5 તારીખ સુધી વરાબ જોવા મળશે. ત્યાર પછી 5-9 માં છૂટાછવાયા અથવા સામાન્ય અથવા ઓછા વરસાદની શક્યતા જણાવી છે.

આગાહીમાં વધારે તેમને જણાવ્યું છે કે 10 થી 16 તારીખમાં પણ વરસાદની ઓછી શક્યતા છે. પરંતુ જ્યારે 17 થી લઈને 22 તારીખમાં ગુજરાતના 90% વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી તેમણે જણાવી છે. ત્યાર પછી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22 થી 30 સપ્ટેમ્બરમાં નહીંવત્ અથવા ઓછા વરસાદની શક્યતા તેમણે આગાહી માં જણાવી છે.

ત્યાર બાદ અશોક પટેલ (ashiok patel) દ્વારા પણ ટૂંકા ગાળાની આગાહી કરવામાં આવે છે. એમણે કહ્યું છે કે પહેલી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ધૂપછાવ વાળો માહોલ જોવા મળશે.

અંબાલાલ પટેલે (ambalal patel 2023 september month) પણ આગાહી કરતા કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગરમી તડકો જોવા મળશે, જ્યારે સપ્ટેમ્બરના બીજ અઠવાડિયામાં સારા વરસાદની સંભાવના છે.

છેલ્લા કેટલાક દિવસથી બંગાળની ખાડી પણ સક્રિય નથી અને અરબી સમુદ્ર પણ ચોમાસા જેવો સક્રિય નથી. એટલે કે ભારત ની સાથે ગુજરાતમાં પણ ચોમાસુ હાલમાં નિષ્ક્રિય અવસ્થામાં છે. જોકે હાલમાં વેધર ડેટા પ્રમાણે માહિતી મળી રહી છે કે સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં ચોમાસું ફરી સારું એવું સક્રિય બનશે, બંગાળની ખાડીમાં સિસ્ટમો બનશે અને ફરીથી વરસાદની આશાઓ બંધાશે.

આ બધા લોકોની આગાહી પરથી એક તારણ નીકળે છે કે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયા હજી વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે એટલા માટે તમારે કૃષિ પાકોમાં પિયતની જરૂર હોય તો પિયત કરી દેવું હિતાવહ રહેશે.