Top Stories
khissu

બંગાળી ખાડીમાં નવું લો-પ્રેશર બનતાં વરસાદ આગાહી....

બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. લો-પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં ૩૧ જુલાઇ પછી 2 દિવસ જોવા મળશે ત્યાર પછી તેમની અસર વર્તાશે નહીં.

હવામાન વિભાગની આગાહી મુજબ આવતી કાલે ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાદરાનગર હવેલી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે આજે પણ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 

1) હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

2) બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમની સામાન્ય અસર 2 ઓગસ્ટ સુધી જોવા મળશે.

3) હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે.

4) આજથી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 

5) ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, ભાવનગર શહેરના પંથકમાં સામાન્ય વરસાદની આગાહી જણાવી છે. 

6) મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાઓની શક્યતાઓ છે. 

7) ઓગસ્ટ મહિનામાં રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળશે. 

8) 31 જુલાઇએ દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, ડાંગ, સુરત અને ભરૂચ જિલ્લામાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. 

9) લો-પ્રેશરની અસરને કારણે પેલી-બીજી ઓગસ્ટે ગુજરાતમાં વરસાદનું જોર થોડું વધે તેવી શક્યતા છે.