khissu

બિટકોઈન શું છે? જાણો શા માટે માટે ક્રિપ્ટો કરન્સી (બિટકોઇન) માં ઉછાળો આવ્યો ?

તમે શેર માર્કેટ/શેર બજાર સાથે સંકળાયેલા હશો તો વારંવાર Bitcoin શબ્દ તો સાંભળ્યો જ હશે. આપને જણાવી દઇએ કે 1 bitcoin ની કિંમત 12 હજાર હતી જે હાલમાં 17 હજાર પહોંચવા આવી છે. 

સૌપ્રથમ એ જાણો કે ક્રિપ્ટો કરન્સી ( Bitcoin) છે શું ?

દુનિયાનો કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે દેશની મૂળભૂત આવશ્યકતાઓ માટે અને લેણ દેણ ના વ્યવહાર માટે મુદ્રા એટલે કે કરન્સી ની જરૂર રહેતી હોય છે. જેમ કે ભારતમાં રૂપિયો, અમેરિકા માં ડોલર તેમજ ઇંગ્લેન્ડ માં પાઉન્ડ છે. આવી જ રીતે એક નવી કરન્સી હાલ ચર્ચામાં છે. ક્રિપ્ટો કરન્સી (બિટકોઇન). 

બિટકોઇનની સ્થાપના 2008 માં કરવામાં આવી હતી, જેની ઓળખ હજી અનામી છે. તે બ્લોકચેન પર આધારિત છે, જે એક ક્રિપ્ટોગ્રાફિક ખાતાવહી સિસ્ટમને સક્ષમ કરે છે જે આજ સુધીમાં કરવામાં આવેલા દરેક વ્યવહારને સ્ટોર કરે છે - આમ શબ્દ 'ક્રિપ્ટો'કરન્સી ( Cryptocurrency) જે તેને આકર્ષક બનાવે છે. 

જાણો ક્યાં કારણથી bitcoin માં ઉછાળો આવ્યો? 

હાલમાં ચર્ચા નો વિષય બનેલ બિટકોઇન માં યુ.કે. સ્થિત "રફર" બ્રિટીશ ઇન્વેસ્ટમેંટ કંપની એ બુધવારે "કોઇન ડેસ્ક" (એક કંપની છે જે ક્રિપ્ટો કરન્સી અને શેર માર્કેટ ના ન્યુઝ નિયમિત આપે છે.) ને એક -મેઇલ દ્વારા નવેમ્બર થી તેના જબરદસ્ત બિટકોઇન રોકાણના કદની પુષ્ટિ કરી છે.

માર્ચમાં તેના વાર્ષિક નીચાણથી જ્યાં તેનું મૂલ્ય 25% ગુમાવ્યું હતું જે અત્યારે કિંમત 400% કરતા વધારે વધી ગઈ છે.

આ વધારો લોકડાઉન શ્રેણી સાથે સંકળાયે છે. જેણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને ચાલી રહેલી COVID-19 રોગચાળાના પ્રતિસાદ તરીકે ગ્રસ્ત કરી દીધી છે.

હાલ bitcoin ની વેલ્યુ કેટલી છે? 

ડીસેમ્બર મહિનામાં (17 ડિસેમ્બરે) 1 બિટકોઇનની કિંમત 16 લાખ આજુબાજુ પહોંચી ગઈ છે. અને હજી વધારો થાય તેવી શક્યતા છે.