khissu

ટ્રાફિક કર્મચારી તમારા વાહનની ચાવી છીનવી લે તો તમારે શું કરવું? જાણી લો શું કહે છે નિયમ

ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા માટે આપણા દેશમાં ટ્રાફિક પોલીસ સતત ચેકિંગ કરે છે. મોટા શહેરોમાં તો દરેક ચોક પોલીસ તહેનાત હોય છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવે છે. જો વાહનના દસ્તાવેજો પૂરા ન હોય અથવા કોઈ અક્ષમ્ય ઉલ્લંઘન કરવામાં આવે તો ટ્રાફિક પોલીસ વાહનને જપ્ત કરે છે. ઘણી વખત કેટલાક ટ્રાફિક પોલીસ કોઈની બાઇક કે કારની ચાવી પણ છીનવી લે છે. અથવા તેઓ ‘નો પાર્કિંગ’માં પાર્ક કરેલી કારને ડિફ્લેટ કરે છે. આવા સંજોગોમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉઠે છે કે શું ટ્રાફિક પોલીસ આ બંને કામ કાયદેસર રીતે કરી શકશે?

આ સવાલનો જવાબ છે ‘ના’. ઈન્ડિયન મોટર વ્હીકલ એક્ટના પ્રમાણે, કોઈપણ ટ્રાફિક પોલીસકર્મી કે પોલીસકર્મી પાસે એ અધિકાર નથી કે, તે કોઈની ગાડીની ચાવી નીકાળી દે કે કાર કે બાઈકના ટાયરમાંથી હવા નીકાળી દે. જો તે આવું કરે છે, તો તે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યો છે અને તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

શું કહે છે કાયદો?- ઈન્ડિયન મોટલ વ્હીકલ એક્ટના પ્રમાણે, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરના રેન્કથી ઉપરના ટ્રાફિક પોલીસ કર્મચારી જ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે દંડ વસૂલી શકે છે. ASI, સબ ઈન્સ્પેક્ટર અને ઈન્સ્પેક્ટરને જ આ મોકે દંડ વસૂલવાની પરવાનગી છે. ટ્રાફિક કોન્સ્ટેબલ કે હોમ ગાર્ડ આવું કરી શકે નહીં. એએસઆઈ કે એસઈ પણ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ તમારી પાસેથી ચલણ વસૂલી શકે છે. દસ્તાવેજ ન હોવા પર વાહનને ઈમ્પાઉન્ડ કરી શકે છે. પરંતુ, જબરદસ્તી ન તો ગાડીની હવા નીકાળી શકે છે કે ન તો ચાવી છિનવી શકે છે.

રસીદ વગર પૈસા ન આપો- ટ્રાફિક પોલીસકર્મચી તમારા પર ત્યારે જ દંડ લગાવી શકે છે, જ્યારે તેની પાસે ચલણ બુક કે ઈ-ચલણ મશીન હોય. આમાંતી કોઈ પણ વસ્તુ વગર તે વાહન ચાલક પાસેથી ચલણના નામ પર દંડ વસૂલી શકતો નથી. ટ્રાફિક પોલીમ કર્મચારી વર્ધીમાં હોવો પણ જરૂરી છે. જો ટ્રાફિક પોલીસ સિવિલ ડ્રેસમાં હોય તો, વાહન ચાલક તેનો પરિચય પત્ર માંગી શકે છે.